________________
કલ્પસૂત્ર
Jain Education International
રાંધવા માંડેલ હોય તો તે કલ્પે પરંતુ સાધુ આવ્યા પછી ભાત વગેરે રાંધવા માંડયું હોય તો તે ભાત વગેરે લેવા સાધુને કલ્પે નહીં. અને જો સાધુ આવ્યા પછી ભાત વગેરે અને મસુરની દાળ વગેરે રાંધવા માંડયું હોય તો તે બન્ને સાધુને લેવા કલ્પે નહીં. એટલે સાધુના આવ્યા પહેલાં જે કાંઇ ભક્ષ્ય રાંધવા માડયું હોય તે લેવું કલ્પે પરંતુ સાધુ આવે તે પછી રાંધવા માંડેલ સાધુને લેવું કલ્પે નહીં.
ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વીઓ ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા ગયા હોય ત્યારે આંતરે આંતરે વરસાદ વરસતો હોય તો ઉદ્યાનની નીચે, પૌષધશાલા, કે માંડવીની નીચે યાવત્ વૃક્ષની નીચે જવું કલ્પે. જો તેમણે પહેલેથી આહારપાણી લઇ લીધા હોય તો આહાર વાપરવાની વેળાને ઓળંગવી નહીં. પરંતુ તેમણે ઉદ્ગમાદિ દોષરહિત એવા તે આહારપાણીને વાપરીને તેમજ પાત્રા લુછીને એક બાજુ પાત્રા વગેરે ઉપકરણોને લઇને વરસાદ વરસતો હોય તો પણ સૂર્ય અસ્ત થયા પહેલાં જ્યાં ઉપાશ્રયમાં પોતાનો ઉતારો હોય ત્યાં જ પહોંચી જવું પરંતુ એ સાધુ અથવા સાધ્વીને એ રાત્રીએ ગૃહસ્થને ઘેર રહેવું કલ્પે નહીં.
ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વી ગૃહસ્થને ઘરે આહારપાણી લેવા ગયા હોય ત્યારે રહી રહીને વરસાદ વરસતો હોય તો તેમણે ઉદ્યાન, પૌષધશાળા, માંડવી કે વૃક્ષની નીચે જવું કલ્પે પરંતુ ત્યાં એક સાધુ અને એક સાધ્વીને પાસે ઉભા રહેવું કલ્પે નહીં, બે સાધ્વી અને એક સાધુને ઊભા રહેવું કલ્પે નહીં, બે સાધુ અને એક સાધ્વીને ઊભા રહેવું કલ્પે નહીં, બે સાધ્વી અને એક સાધુને ઊભા રહેવું કલ્પે નહીં, બે સાધુ અને બે સાધ્વીને ઉભા રહેવું કલ્પે નહીં. પરંતુ ત્યાં કોઇ પાંચમો નાની વયવાળો સાધુ અથવા સાધ્વી હોય તો ઉભા રહેવું કલ્પે અથવા તે સ્થાને ઘણાની નજર પડતી હોય કે ઘણા ખુલ્લા દ્વારવાળું તે સ્થાન હોય તો ઉભા રહેવું કલ્પે.
એવી જ રીતે ગૃહસ્થને ઘરે આહારપાણી લેવા ગયેલ સાધુને એક શ્રાવિકા સાથે ઉભા રહેવું કલ્પે નહીં. બે સાધુ એક શ્રાવિકાને, બે શ્રાવિકા અને એક સાધુને અથવા બે સાધુ અને બે
For Personal & Private Use Only
વ્યાખ્યાન ૧૦
૩૧૩
www.jainelibrary.org