Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 369
________________ કલ્પસૂત્ર ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વીઓને ગ્લાનાદિની વૈયાવચ્ચ માટે કે ઔષધ વગેરે લેવા માટે શું વ્યાખ્યાન છે યાવત્ ચાર કે પાંચ યોજન સુધી જઈને પાછું આવવું કહ્યું. તેમને માર્ગમાં પાછા વળતાં વચ્ચે ) 5) નિવાસ કરવો કલ્પ. પરંતુ જ્યાં ગયા હોય ત્યાંજ તે દિવસ રાત રહેવું કહ્યું નહીં, આ પ્રમાણે 5 આ સ્થવિર કલ્પને સૂત્રમાં કહ્યા પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ એ ત્રણ માર્ગ પ્રમાણે, યથાર્થ રીતે, સારી રીતે, મન, વચન અને કાયા વડે સેવન કરીને, પાલન કરીને, શોભાવીને, જાવજજીવ સુધી આરાધીને, બીજાને પળાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિર્ગથી તેજ ભવમાં સિદ્ધ થાય છે, બુધ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વળી એ સ્થવિર કલ્પને જઘન્યથી આચરનારા સાત કે આઠ કે ભવથી વધારે ભમતા નથી. અર્થાત્ એટલા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ રાજગૃહ નગરમાં ગુણશૈ . નામના ચૈત્યમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણા દેવો અને ઘણી દેવીઓની પર્ષદામાં રહ્યા છતાં એ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે ભાખ્યું, એ પ્રમાણે જણાવ 5) એ પ્રમાણે સમજાવ્યું, અને એ પ્રમાણે પ્રરૂપ્યું છે. અર્થાત પર્યુષણા કલ્પના એ અધ્યયનને, અર્થ છે એટલે પ્રયોજન સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્ર સહિત, અર્થ સહિત, સૂત્ર અને અર્થ સહિત અને વ્યાકરણ સહિત વારંવાર કહ્યું છે એમ શ્રી ભદ્રબાહુ સ્વામીએ પોતાના શિષ્યોને કહ્યું છે તે તમને કહું છું. ઇતિ દશમું વ્યાખ્યાન 55 55 55 55 55 55 55 55494 in Education international For Personal & Private Use Only w elbrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370