________________
કલ્પસૂત્ર )
$94
ચાતુર્માસ રહેલા સાધુ-સાધ્વીઓને પર્યુષણ પછી કલેશયુક્ત વચન કહેવું કહ્યું નહીં, છતાં રિ વ્યાખ્યાન જો કોઈ બોલે તો તેને બીજા સાધુઓએ કહેવું કે હે આર્ય ! તું જે જાતની વાણી બોલે છે તેવી બોલવી ન જોઈએ. એ અકલ્પ વાણી છે. આમ કહ્યા છતાં જો તે સાધુ કે સાધ્વી અધિકરણવાળી કલેશયુક્ત વાણી બોલે તો તેને તંબોલી જેમ સડેલા પાનને કાઢી મૂકે છે તેમ સંઘમાંથી દૂર કરવો.
ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વીઓને પર્યુષણના દિવસોમાં જ ઉંચે સાદે બોલવા રૂપ, કલેશ 5) ઉત્પન્ન થાય તો નાના મોટા સાધુને ખમાવવું જોઇએ, અને મોટાએ નાનાને ખમાવવું જોઇએ, 5 Fો એમ પોતે ખમવું, બીજાને ખમાવવા, પોતે ઉપશમવું, બીજાને ઉપશમાવવા, પરસ્પર એકબીજાના HD
રાગદ્વેષને છોડી દઇને સૂત્રાર્થને અથવા સુખસમાધિના પશ્નોને પૂછનારા થવું. કારણ કે જે શાંત થઈને ખમાવે છે તે આરાધક થાય છે. જે શાંત થતો નથી અને ખમાવતો નથી તે આરાધક થતો નથી. શિષ્ય કહે છે તે પૂજ્ય ! આપ એમ કેમ કહો છો ? ત્યારે ગુરુ કહે છે કે સાધુપણું ઉપશમની પ્રધાનતાવાળું છે.
ચાતુર્માસ રહેલા સાધુ-સાધ્વીઓને ત્રણ ઉપાશ્રય લઈ રાખવા કલ્પે, એમાં જે ઉપાશ્રય ઉપયોગમાં લેવાનો હોય તેને જીવાદિકના ભયથી વારંવાર પ્રમાજવો જોઇએ. સવારના, બપોરના
અને સાંજ પહેલાં એમ ત્રણવાર પ્રમાર્જવો જોઈએ. બાકીના બે ઉપાશ્રયોને દ્રષ્ટિથી જોવા અને કે ત્રીજે ત્રીજે દિવસે પાદપ્રોછનથી પ્રમાર્જવા.
ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીઓએ હું આજે અમુક દિશા કે વિદિશા તરફ આહારપાણી લેવા કે જાઉં છું એમ સાથેના સાધુઓને સાધુએ અને સાધ્વીઓને સાધ્વીએ કહેવું, અને પછી જવું કહ્યું. શિષ્ય કહ્યું છે પૂજ્ય ! એમ શા માટે કરવું ? ગુરુ કહે છે કે ઘણું કરીને ચાતુર્માસમાં સાધુ
સાધ્વીઓ આલોયણા સંબધી કે સંયમ સાધના માટે છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપ કરનારાં હોય છે. તેથી ) તે તપસ્વીઓ દુર્બલ શરીરને કારણે થાકને લીધે કદાચ મૂછિત થાય અથવા પડી જાય તો કા Fઇ ઉપાશ્રયમાં રહેલાં સાધુ કે સાધ્વીઓ તે જ દિશા વિદિશા તરફ તેમની તપાસ કરે.
4444444444444444
F
૩૨૦
in Education international
For Personal & Private Use Only