________________
કલ્પસૂત્ર છે વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશાઓ અને ચારે વ્યાખ્યાન
વિદિશાઓમાં એક યોજન અને એક ગાઉ સુધીનું જવું આવવું એટલે અઢી ગાઉ સુધી ભિક્ષાચર્યા માટે એટલે ગૌચરી માટે જવું કહ્યું. એટલે જરૂર પડે અઢી ગાઉ સુધી ગૌચરી માટે જવું કહ્યું.
આવો પ્રસંગ પ્રાયે જ્યાં સાધુ કે સાધ્વીઓ રહ્યાં હોય ત્યાં ગૌચરી ન મળતી હોય ત્યારે આવતો રે હોય એમ સંભવે છે. જ્યાં નદી નિરંતર પાણીથી ભરેલી હોય અને વહેતી હોય તે દિશા કે
વિદિશામાં સાધુસાધ્વીઓએ પાંચ ગાઉના અવગ્રહમાં ગૌચરી માટે જવું આવવું કલ્પ નહિ. પરંતુ કુણાલા નગરી પાસે ઐરાવતી નદી છે, તે થોડા પાણીવાળી બે ગાઉ પહોળી છે. એ નદીમાં પાણી વલોવ્યા વિના એક પગ પાણીમાં અને એક પગ ઉપર કરતાં ચાલી શકાય છે. એવી રીતે જે બાજુ જઈ શકાય તે દિશા વિદિશામાં પાંચ ગાઉ ગૌચરી માટે જવું આવવું એટલે અઢી ગાઉ જવું અને અઢી ગાઉ પાછા આવવું કહ્યું. પરંતુ જે દિશામાં એવી રીતે જઈ આવી ન શકાય છે અર્થાત્ બહુ પાણીને વલોવવું પડતું હોય તે દિશામાં પાંચ ગાઉ જવું આવવું ન કલ્પે. જંઘાર્ધ સુધી પાણી હોય તેને દકસંધટ્ટ કહેવાય છે, નાભિ સુધી પાણી હોય તે લેપ કહેવાય, અને નાભિથી ઉપર પાણી હોય તેને લેપોપરિ કહેવાય, શેષ કાળમાં દરેક માસમાં ત્રણ વાર દકસંઘટ્ટ થાય ત્યાં સુધી ક્ષેત્ર હણાય નહી, એટલે જવું કલ્પ, ચોમાસામાં સાત વાર દકસંઘટ્ટ થાય ત્યાં સુધી ક્ષેત્ર હણાય નહીં, શેષ કાળમાં એક માસમાં ચોથો અને ચોમાસામાં આઠમો દકસંઘટ્ટ થાય તો ક્ષેત્ર હણાય છે એટલે તે કલ્પ નહીં, લેપ તો એકપણ ક્ષેત્રને હણે છે તેથી તે કલ્પ નહીં, તો લેપોપરિ કહ્યું જ નહીં. - વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુને ગુરુએ પ્રથમથી કહેલ હોય કે હે શિષ્ય ! ગ્લાન સાધુને કે અમુક વસ્તુ જોઈએ તેટલી લાવી આપજે, તો શિષ્યને તેટલી વસ્તુ લાવી આપવી કહ્યું, પરંતુ છે તેને પોતાને વાપરવી કહ્યું નહીં.
4444444444Life
குருகு
૩૦૭
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org