________________
કલ્પસૂત્ર
જાણકાર છે. તેમની પાસે બે સાધુઓને મોકલાવી તેમને પાટલીપુત્ર આવવા જણાવ્યું. તેમણે કહ્યું વ્યાખ્યાન કે, હમણા મેં પ્રાણાયામ નામના ધ્યાનમાં પ્રવેશ કરેલ છે, તેથી પાટલીપુત્ર આવી શકાશે નહિ. એ મુનિઓએ આ વાત પાછા આવી શ્રમણ સંઘને કહી એટલે શ્રમણ સંઘે ફરી બે મુનિઓને મોકલાવી શ્રી ભદ્રબાહુસ્વામીને પૂછાવ્યું કે જે શ્રમણ સંઘનું ન માને તેને કઇ શિક્ષા કરવી ? શ્રી તે ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું કે, શ્રમણ સંઘને ન માને તેને સંઘ બહાર કરવો. પરંતુ શ્રી શ્રમણ સંધે મારા પર કૃપા કરી દષ્ટિવાદ ભણી શકે એવા બુદ્ધિમાન મુનિવરોને અહીં મોકલવા. અહીં તેમને હું વાચના આપીશ જેથી દષ્ટિવાદના અભ્યાસનો અને પ્રાણયામ નામે ધ્યાન કરૂં છું તેનો સુખે નિર્વાહ થાશે. એ રીતે આ બન્ને શાસનના જ કાર્ય સુગમતાથી કરી શકાશે. પછી તે બે મુનિઓએ સંઘ પાસે જઇ એ વિગત જણાવી. ત્યારે શ્રી શ્રમણ સંઘે શ્રી સ્થૂલિભદ્ર આદિ પાંચસો મુનિવરોને શ્રી ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. તેમણે તેને દરરોજ સાત વાચના આપવા માંડી, કેટલાક સમય પછી સ્થૂલિભદ્ર સિવાયના બીજા મુનિઓ સાત વાચનાથી ઉદ્વિગ્ન થઇ ચાલ્યા ગયા. અને સ્થૂલિભદ્ર મુનિએ બે વસ્તુ ઓછી એવા દશપૂર્વનો અભ્યાસ કર્યો. પછી પ્રાણાયામ ધ્યાન પૂર્ણ થવાથી શ્રી ભદ્રબાહુસ્વામી સ્થૂલિભદ્ર મુનિસહિત વિચરતા પાટલીપુત્રના ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે તેને વંદના કરવા સ્થૂલિભદ્ર મુનિની દીક્ષિત થયેલ યક્ષા, યક્ષદિન્ના વગેરે સાત બહેન પૂ સાધ્વીઓ આવી. શ્રી ભદ્રબાહુસ્વામીને વંદન કરી પૂછ્યું કે અમારા ભાઇ મુનિ ક્યાં છે? આચાર્યશ્રીએ કહ્યું પાછળના ભાગમાં છે. તે સાંભળી તેઓ ત્યાં વંદન કરવા ગઇ. પરંતુ ત્યાં સિંહ ( દેખાયો. તેથી તરત પાછી આવીને આચાર્યશ્રીને કહ્યું કે ત્યાં ભાઇ મુનિ નથી પરંતુ સિંહ છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉપયોગ દઈને કહ્યું કે હવે તમે જાઓ ત્યાં તેમના દર્શન થશે. પછી તે મૈં સાધ્વીઓ ત્યાં જઇ વંદન કરી આવી. ત્યારબાદ સ્થૂલિભદ્ર મુનિ વાચના લેવા આવ્યા ત્યારે ૐ વિદ્યાથી સિંહરૂપ બનાવનારા તેમને ગુરુએ કહ્યું, તમો સૂત્રપાઠ માટે અયોગ્ય છો, એમ કહી પાઠ ન આપ્યો. સ્થૂલિભદ્ર મુનિએ પશ્ચાતાપપૂર્વક ક્ષમા માંગી પાઠ આપવા વિનવણી કરી. પરંતુ ગુરુએ વાચના ન આપી. પછી શ્રી શ્રમણ સંધે મળીને તેમને વિનંતી કરી તેથી આચાર્યશ્રીએ ૨૯૩
HIGHER
Jain Education International
For Personal & Private Use Only
U
www.jainalarary.cfg