Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 348
________________ કલ્પસૂત્ર பருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும் આ પ્રિયગ્રંથિસૂરિથી મધ્યમા શાખા નીકળી છે અને આર્યવિદ્યાઘર ગોપાળથી વિદ્યાધર દ્વિવ્યાખ્યાન શાખા નીકળી છે, કાશ્યપગોત્રી આર્યઇન્દ્રદિનને ગૌતમ ગોત્રી આર્યદિન મુનિ શિષ્ય હતા. આર્યદિન મુનિને પુત્ર જેવા પ્રસિધ્ધિ પામેલા માઢરગોત્રવાળા આર્યશાન્તિસેનિક અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રવાળા આર્યસિંહગિરિ એ બે શિષ્યો હતા. આર્યશાન્તિસેનિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી છે. એ આર્યશાન્તિસેનિકને પુત્રની પેઠે પ્રસિધ્ધ થયેલા-આર્યસેનિક. ) આર્યતાપસ, આર્યકુબેર અને આર્યઋષિપાલિત એ ચાર શિષ્યો હતા. આર્યસેનિકથી આર્યસેનિકા શાખા નીકળી છે. આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી છે. આર્યકુબેરથી આર્યકુબેરી શાખા નીકળી છે અને આર્યઋષિપાલિતથી આર્યઋષિપાલિતા શાખા નીકળી છે. જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રી આર્યસિંહગિરિને પુત્ર જેવી પ્રસિધ્ધિ પામેલા-આર્યધનગીરિ, આર્યવજ, આર્યસમિત અને આર્યસ્થવિર અરદિન, એ ચાર શિષ્યો હતા. એમાંથી આર્યવજનું વર્ણન આ પ્રમાણે છે :- તુંબવન ગામમાં ધનગિરિ અને સુનંદા નામે પતિપત્ની રહેતાં હતાં. પતિ ધનગિરિએ દીક્ષા લીધી ત્યારે પત્ની સુનંદા ગર્ભવતી હતી. તેણીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મ પછી પિતાની દીક્ષાની વાત તરત સાંભળી તેથી પુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લેવા તીવ્ર ઇચ્છા થઇ, દ્રિ તેથી માતાનો મોહ ઉતરી જાય તે માટે પુત્રે નિરંતર રૂદન શરૂ કર્યું. રૂદનથી માતાએ કંટાળીને ભિક્ષા માટે પુત્રના પિતા ધનગિરિ સાધુ આવ્યા તેને છ માસનો પુત્ર વહોરાવી દીધો. ધનગિરિએ એ બાળક ગુરુને સોંપ્યો. ગુરુએ તેમાં બહુ ભાર હોવાથી વજ નામ રાખ્યું. એ બાળકે પારણામાં શું રહી સાંભળી સાંભળીને અગિયારે અંગને કંઠસ્થ કરી લીધાં. બાળકને જોઈ જોઇને માતાનું મન લલચાયું અને બાળકને પાછો લેવા પ્રયત્ન કર્યા. રાજસભામાં કલહ ગયો અને સભામાં જેના ક બોલાવ્યાથી બાળક જેની પાસે જાય તેનો બાળક, એવો ચુકાદો અપાયો. સભા ભરાઇ માતાને પહેલી તક અપાઈ. તેથી માતાએ શ્રેષ્ઠ મીઠાઇઓ, સુંદર રમકડાંઓ વગેરે આપવા માંડયાં. પણ તે ત્રણ વર્ષનો બાળક તેથી લલચાયો નહિ. પછી ધનગિરિએ રજોહરણ બતાવ્યું તે લેવા બાળક દોડી ગયો અને લઈ લીધું પછી થોડો સમય રહીને બાળકે દીક્ષા લીધી. એટલે માતાએ પણ દીક્ષા 55555555555555 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370