Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 342
________________ કલ્પસૂત્ર કે હવે તને આ પાઠ કોઇને ન આપવાની શરતે આપું છું એમ કહી બાકીના ચાર પૂર્વ અર્થ વિનાના દિવ્યાખ્યાન તેમને આપ્યા. એટલે શ્રી ધૂલિભદ્ર છેલ્લા ચૌદ પૂર્વી થયા. શ્રી ધૂલિભદ્ર સ્વામી ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં, ચોવીશ વર્ષ મુનિપણે અને પિસ્તાલીશ વર્ષ યુગપ્રધાન આચાર્ય તરીકે જગત ઉપકાર કરી સાયિક નવાણું વર્ષનું પોતાનું સર્વ આયુષ્ય ભોગવી વીર પ્રભુના નિર્વાણ પછી બસો પંદર વર્ષે વૈભારગિરિ ઉપર પાક્ષિક સંલેખના પૂર્વક અનશન કરી, પોતાની પાટે શ્રી આર્યમહાગિરિ મુનિને સ્થાપી સો મુનિઓથી સેવાતા છતાં સ્વર્ગે ગયા. શ્રી જંબૂસ્વામી છેલ્લા કેવળી વીરશાસનમાં થયા પછી શ્રી સ્થૂલિભદ્ર સ્વામી સુધીના છએ પટ્ટધરો શ્રુતકેવલી ચૌદપૂર્વધારી થયા છે. શ્રી યૂલિભદ્ર સ્વામીને એલાપત્યગોત્રવાળા આર્યમહાગિરિ સ્થવિર અને વસિષ્ઠ ગોત્રવાળા આર્યસુહસ્તિ સ્થવિર એ બે શિષ્યો હતા. જિનકલ્પનો વિચ્છેદ થયા છતાં જિનકલ્પની તુલના કરનારા મુનિવરોમાં વૃષભ જેવા શ્રેષ્ઠ ચારિત્રને પાળનારા આર્યમહાગિરિ આચાર્ય હતા, આર્યસુહસ્તિસૂરિએ શેઠના ઘરે જેમની સ્તવના કરી હતી એવા મહાવંદનીય શ્રી આર્યમહાગિરિજી હતા. આર્યસુહસ્તિસૂરિએ દુષ્કાળને વખતે પોતાના મુનિઓ પાસેથી ભિક્ષાની માંગણી કરનારા એક ભિખારીને દીક્ષા આપી જેનો ઉદ્ધાર કરેલ, તે સંપ્રતિ નામે મહારાજા થયો. આ સંપ્રતિ તે શ્રેણિકના પુત્ર કોણિક તેના પુત્ર ઉદાયી થયેલ તેની પાટે નવનંદ રાજા થયા તેની આ પાટે ચંદ્રગુપ્ત થયો. તેનો પુત્ર બિન્દુસાર, તેનો પુત્ર અશોક તેનો પુત્ર કુણાલ તેનો પુત્ર સંપ્રતિ થયો જેને અશોકે પોતાનું રાજ્ય આપેલ. એક વખત સંપ્રતિ રાજાએ પૂર્વભવમાં પોતાને ચારિત્ર આપનારા ગુરુ શ્રી આર્યસુહસ્તિસૂરિને વરઘોડામાં રાજમાર્ગથી જતા જોયા તેથી રાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે ગુરુચરણે જઈ નમી પડ્યો. અને ગુરુએ પણ શ્રતોપયોગથી તેને ઓળખી લીધો. રાજા ગુરુનો ઉપકાર સ્મરણ કરી અનન્ય ભક્ત થઇ અને એણે ગુરુના ઉપદેશથી સવાલાખ જિનમંદિરો બંધાવ્યાં. સવાક્રોડ જિનપ્રતિમાઓ ભરાવી, છત્રીશ હજા૨ જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. પંચાણુ હજાર ધાતુની જિનપ્રતિમાઓ કરાવી, હજારો દાનશાળાઓ ચાલુ 5) કરાવી. આ કાર્યોથી એ ભિખારીના જીવ સંપ્રતિરાજાએ ત્રિખંડ પૃથ્વીને શણગારી, અનાર્ય દેશોનો ૨૯૪ 594, 95, 96, 974 41415696 EFFFF Jan Education intentional For Personal www.janelbrary.org Private Use Only

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370