________________
2555555555555555
5
કલ્પસૂત્ર 3 આર્યગોદાસમુનિથી ગોદાસ નામનો ગણ નીકળ્યો છે એ ગણની આ ચાર શાખાઓ આ પ્રમાણે છે વ્યાખ્યાન
છે - તામ લિમિકા, કોટિવર્ષિકા, પંડ્રવર્ધનિકા, અને દાસી ખર્બટિકા.
એક આચાર્યની સંતતિ તે કુળ, અને બે કે તેથી વધારે આચાર્યોના મુનિઓ એકબીજાથી સાપેક્ષ વર્તતા હોય તેમનો એક ગણ જાણવો. શાખા એટલે એક આચાર્યની સંતતિમાં જ ઉત્તમ * પુરૂષોના જુદા જુદા અન્વય (વંશ) અથવા વિવક્ષિત આદ્ય પુરૂષની સંતતિ તે શાખા કહેવાય.
માઢ૨ ગોત્રવાળા આર્યસંભૂતિવિજયસૂરિ (છઠ્ઠા પટ્ટઘર શ્રુતકેવળી) ને પુત્ર સમાન પ્રખ્યાત આ બાર સ્થવિરો શિષ્ય હતા. નંદનભદ્ર, ઉપનંદભદ્ર, તિષભદ્ર, યશોભદ્ર, સુમનોભદ્ર, મણિભદ્ર, જી. પૂર્ણભદ્ર, સ્થૂલિભદ્ર, ઋજુમતિ, જંબૂ, દીર્ઘભદ્ર અને પાંડુભદ્ર. વળી એ સંભૂતિવિજયસૂરિને પુત્રી ; સમાન પ્રખ્યાત એવી સાત શિષ્યાઓ હતી - યક્ષા, યદિના, ભૂતા, ભૂતદિના, સણા, વેણા, F) રેણા આ સાતે આર્યસંભૂતિવિજયસૂરિના શિષ્ય આર્યસ્થૂલિભદ્રસ્વામીની બહેનો હતી.
આર્યસ્થૂલિભદ્રસ્વામીને એલાપત્ય ગોત્રવાળા આર્યમહાગિરિ અને વાસિષ્ઠ-ગોત્રવાળા આર્યસુહસ્તિસૂરિ શિષ્ય હતા એમાં આર્યમહાગિરિજીને પુત્ર સમાન પ્રસિધ્ધિને પામેલા આ આઠ સ્થવિરો શિષ્યો હતા. સ્થવિર ઉત્તર, સ્થવિર બલિસહ, સ્થવિર ધનાઢય, સ્થવિર શ્રીભદ્ર, વિર
કોડિન્ય, સ્થવિર નાગ, અને કૌશિક ગોત્રવાળા સ્થવિર ષડુલકરોહગુપ્ત. પડુલકરોહગુપ્ત દ્રવ્ય, ગુણ, (ક) કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, એ છ પદાર્થની પ્રરૂપણા કરવાથી ષડુ અને ઉલૂક એટલે કૌશિક | ક ગોત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી ષડૂલક નામથી ઓળખાતા હતા. એ રોહગુપ્તથી વૈરાશિક સંપ્રદાય મ
નીકળેલ છે. તેનો વૃત્તાન્ત આ પ્રમાણે છે. કોઇક ગામથી રોહગુપ્ત મુનિ પોતાના ગુરુને વંદન . કરવા જ્યાં ગુરુ હતા તે ગામમાં પ્રવેશ કરતા હતા ત્યારે સંન્યાસી પોટ્ટુશાલ નામના વાદીની સાથે વાદ કરવાનો પડહ વાગતો હતો તે ઝાલ્યો, પછી ગુરુ પાસે આવી વંદન કરીને વાદની વાત જણાવી, ગુરુએ કહ્યું તે આ ઠીક ન કર્યું, કારણ એ વાદી અનેક વિદ્યાઓથી ગર્વિષ્ઠ છે. એની પાસે વૃશ્ચિક, સર્પ, મુષક, મુગી, વરાહી, કાકી, શકુનિકા એ સાત મંત્ર વિદ્યાઓ છે. તેથી
તી
5444 44 LGHHHHS449
in Education international
For Personal
Usery