________________
FEBR
કલ્પસૂત્ર પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જનકલ્પ, પરિહારવિશુધ્ધિચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાખ્યાતચારિત્ર એ ત્રણ પ્રકારનું ચારિત્ર, (5) કેવળજ્ઞાન અને મોક્ષગમન એ દશ વસ્તુઓ આ અવસર્પિણી સુધી ભરતક્ષેત્રમાં વિચ્છેદ પામી.
હવે જંબૂસ્વામીના પટ્ટધર કાત્યાયન ગોત્રવાળા આર્યપ્રભવસ્વામી હતા. એ વિંધ્યરાજાના પુત્ર હતા. કોઇ કારણે પિતાથી રીસાઇને વનમાં ચાલ્યા ગયા પછી ચારસો નવ્વાણું ચોરોના નાયક બની ચોરીઓ કરતા હતા. તેઓ ચોરો સહિત જંબુસ્વામીથી પ્રતિબોધ પામ્યા. દીક્ષા લઇ પટ્ટધર બની ઘણી શાસન પ્રભાવના કરી અંતે પોતાની પાટે યોગ્ય પટ્ટધર પોતાના સમુદાયમાં નથી એમ જાણીને શ્રુતજ્ઞાનનો ઉપયોગ દઇ બીજે તપાસ કરી. ત્યારે રાજગૃહીમાં પ્રાણીહિંસામય યજ્ઞ કરતા શષ્યભવભટ્ટને તેમણે જોયા. તેથી ત્યાં બે સાધુઓને સમજાવીને મોકલ્યા. ત્યાં જઇ તેમણે કહ્યું, “અહોકષ્ટ અહોકષ્ટ તત્ત્વ ન શાયતે પરં’. આ સાંભળી આ મુનિઓ ખોટું ન બોલે એમ વિચારી શષ્યભવભટ્ટે પોતાના ગુરુને તલવાર બતાવી પૂછ્યું, સાચું કહો સમ્યક્ત્વ શું છે ? તલવાર જોઇ ભયભીત થયેલ ગુરુએ યજ્ઞસ્તંભ નીચે સોળમા જૈન તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી છે. એના પ્રભાવથી આ સર્વ ક્રિયા નિર્વિઘ્નતાએ ચાલે છે અને સત્ય તત્ત્વરૂપ જૈન ધર્મ જ છે એમ કહ્યું. પછી યજ્ઞસ્તંભ નીચેની શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ બતાવી. એથી પ્રતિબોધ પામેલ તે શય્યભવભટ્ટે તે યજ્ઞધર્મને અને પોતાની સગર્ભા પત્નીને છોડીને પ્રભવસ્વામી પાસે આવીને દીક્ષા લીધી. એ શય્યભવ મુનિને શાસ્ત્રાભ્યાસ કરાવી યોગ્ય સંસ્કાર આપી અને પોતાની પાટે સ્થાપી, પંચોતેર વર્ષ દીક્ષા પાળી, એકસો પાંચ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભવસ્વામી સ્વર્ગમાં ગયા. એમની પાટે આવેલા શ્રી શય્યભવસૂરિના મનક નામે પુત્ર સંસારીપણાની પત્નીથી થયેલ તે મનક આઠ વર્ષના થયા ત્યારે મારા પિતાજી ક્યાં છે ? એમ માતાને પૂછ્યું. ત્યારે માતાએ કહ્યું. તું હજી ગર્ભમાં જ હતો ત્યારે તારા પિતા શષ્યભવભટ્ટ જૈન દીક્ષા લઇને જૈન સાધુ થયા છે. એ સાંભળી મનક શોધ કરતો ચંપા નગરીમાં પોતાના પિતા શય્યભવસૂરિને મળ્યો અને
એક
Jain Education International
For Personal & Private Use Only
વ્યાખ્યાન
~!
૨૮૭
www.jainerary.c1f1;