Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 334
________________ કલ્પસૂત્ર ૨ તેઓ રજા લેવા નગર તરફ આવતા હતા ત્યારે તદન સમીપમાંથી પસાર થતા તોપના ગોળાને જે વ્યાખ્યાન જોઇ જીવનની ક્ષણિકતા વિચારી તરત પાછા ફરી શ્રી સુધર્માસ્વામી પાસે આવી સમ્યકત્વ સહિત બ્રહ્મચર્ય વ્રત લઈ ઘરે આવ્યા અને પોતાના માતાપિતા પાસે દીક્ષાની રજા આપવા જંબૂકમારે ) માંગણી કરી. માતાપિતાએ કહ્યું કે, હે વત્સ ! તું તને વરેલી આઠ શ્રેષ્ઠિપુત્રીઓ સાથે તારાં લગ્ન કરી અમારો મનોરથ પૂર્ણ કર. તેમનો અત્યંત આગ્રહ જાણી હું પરણીને તરત દીક્ષા લઈશ એમ પોતાના અને કન્યાઓના માતાપિતાઓને જણાવ્યું. પછી કન્યાઓનો આગ્રહ જાણીને તેમના માતા પિતાઓએ પરણાવવાથી તેમને પરણીને જંબૂકુમાર પોતાને ત્યાં વાસઘરમાં આવ્યાં. ત્યાં રે અનેક યુક્તિઓ અને દષ્ટાંતોથી પોતાને સમજાવતી એવી આઠે સ્ત્રીઓને જંબૂકમારે અમૃતથી પણ અધિક એવી મીઠી વૈરાગ્યમય વાણીથી પ્રતિબોધ પમાડ્યો. એ પ્રતિબોધ સમયે તેના ઘરમાં ચોરી કરવા આવેલા વિંધ્યરાજાના પુત્ર પ્રભવ વગેરે પાંચસો ચોરો હતા. તેઓ જંબૂકમારના પોતાની સ્ત્રીઓને અપાતા ઉપદેશને સાંભળી પ્રતિબોધ પામ્યા. એટલે એ પાંચસો ચોરો આઠે સ્ત્રીઓ અને એ આઠે સ્ત્રીઓનાં માતાપિતાઓ તથા પોતાનાં માતાપિતા દીક્ષા લેવા તૈયાર થયાં એટલે જંબૂકમારે પોતાની અબજોની મિલ્કતને અને આઠ કન્યાઓને પરણ્યા ત્યારે તેમના માતાપિતા તરફથી મળેલ દાયકાની નવાણુ ક્રોડ સોનામહોરોને સાત ક્ષેત્રોમાં આપીને, તેમજ દીનદુઃખીઓને પણ આપીને, ઉપરોક્ત પાંચસો છવ્વીસ જણ સાથે શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. પછી જંબૂસ્વામીએ અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો, સુધર્માસ્વામીએ એમને પોતાના પાટે સ્થાપ્યા. પછી ઉત્કૃષ્ટ તપ તપતા ઉત્તમ ધ્યાનમાં રહેતા એ જંબૂસ્વામીને કેવળજ્ઞાન થયું. અને ત્યાર બાદ કેવલી તરીકે ઘણાં વર્ષો સુધી ઉપદેશ આપતા તેમણે ઘણા ભવ્યાત્માઓને તાર્યા. સોળ વર્ષ 2 કુમારપણે, વીશ વર્ષ છબસ્થ પણે અને ચુમ્માલીશ વર્ષ કેવળીપણે રહી, એંશી વર્ષનું સર્વ આયુષ્ય જી) પાળી, પોતાની પાટે પોતાના મુખ્ય શિષ્ય પ્રભવ સ્વામીને સ્થાપીને શ્રી વીર પ્રભુના મોક્ષને ચોસઠ જી) વર્ષ થયાં ત્યારે જંબૂસ્વામી મોક્ષે ગયા. એ સમયે આ દશ વસ્તુઓ વિચ્છેદ પામી. મન:પર્યવજ્ઞાન, 44444444 ૨૮૬ Jain Education intonational For Personal & P e Lise Only www.nelorary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370