________________
કલ્પસૂત્ર
144444444444444444454
નાંખી, માર મારી એક અંધારા ઓરડામાં નાંખી તાળું દઈ પોતે પોતાને પિયરે જઇને રહી. વ્યાખ્યાન બહારથી આવ્યા પછી ચોથે દિવસે શેઠને ખબર પડી કે ચંદનબાળાની આવી દશા થઇ છે. શેઠે તરત તે ઓરડામાંથી ચંદનબાળાને બહાર ઉંબરામાં બેસાડી સૂપડાના ખૂણામાં બીજું કાંઈ ન F) હોવાથી રાંધેલા અડદના બાકુલા નાંખીને તે સુપડું ચંદનબાળાને આપી પોતે બેડી તોડાવવા લુહારને તેડવા ગયા. ચંદનબાળાના ત્રણ ઉપવાસ થઈ ગયા, એટલે તેને વિચાર આવ્યો કે કોઇ અતિથિને આપી પછી બાકુલા વાપરું તો સારું. આ વખતે શ્રી વીરભગવાન પોતે જ ત્યાં ભિક્ષાર્થે આવ્યા. પ્રભુને આવતા જોઇ ચંદનબાળાને અતિશય આનંદ થયો અને તે વિનંતી કરીને પ્રભુને શું બાકુલા વહોરાવવા તૈયાર થઇ. પરંતુ પોતાનો અભિગ્રહ હજી સંપૂર્ણ થયો નથી એમ જાણી પ્રભુ 5 પાછા વળ્યા. એથી ચંદનબાળાને અત્યંત દુઃખ થવાથી તેની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં અને તે રડવા લાગી. તે જાણી પ્રભુએ પોતાનો અભિગ્રહ પૂરો થયો જાણી પાછા વળીને ચંદનબાળાને રે હાથે અડદના બાકુલા વહોર્યા. ત્યારે ત્યાં પ્રસન્ન થયેલા દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યા. ઇન્દ્ર
ત્યાં આવ્યો, દેવો આનંદથી નૃત્ય કરવા લાગ્યા, ચંદનબાળાના મસ્તક પર સુંદર વાળ થઈ ગયા તેના પગની બેડીને સ્થાને અત્યંત કિંમતી ઝાંઝર થઇ ગયાં, દેવદૂભિ નાદ સાંભળીને મહારાજા શતાનિક અને મહારાણી મૃગાવતી ત્યાં આવ્યાં. માસી થતી મૃગાવતી રાણી ચંદનાને ઓળખીને તેને મળી. પછી શતાનિક રાજાએ સોનૈયાની વૃષ્ટિનું ધન લેવા માંડ્યું ત્યારે ઇન્દ્ર ચંદનબાળાના કહેવાથી તે ધન ધનાવહ શેઠને લેવા દીધું અને કહ્યું કે આ ચંદનબાળા શ્રી વીરપ્રભુનાં પ્રથમ શિષ્યા થશે. પછી શતાનિક રાજા અને મૃગાવતી ચંદનબાળાને પોતાના મહેલમાં આદરપૂર્વક લઈ શ ગયાં. પાંચ માસને પચ્ચીશ દિવસના ઉપવાસ પછી પ્રભુનું અડદના બાકુલાથી આ પારણું થયું. જી.
પ્રભુ ત્યાંથી જાંભિકા ગામે આવ્યા. ત્યાં સૌધર્મેન્દ્ર આવી વંદન કરી ભક્તિથી નૃત્ય કર્યું 5) કહ્યું કે પ્રભુ હવે આપને અલ્પ દિવસોમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાશે. ત્યાંથી પ્રભુ મેંઢિક ગામે ) (5 આવ્યા ત્યાં ચમરેન્દ્ર આવીને પ્રભુને વંદન કર્યું. પછી પ્રભુ પરમાની ગામે આવી, ગામ બહાર
૧૯૩
in Education International
For Personal & Private Lise Only
www.neloryang