________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
555
44444444444
વર્ષ ચક્રવર્તીપણે રહી, સાંવત્સરિક દાન આપી, વૈશાખ વદિ પાંચમના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ સોળવર્ષ છદ્મસ્થ રહી હસ્તિનાપુરમાં ચૈત્ર સુદિ ત્રીજના કેવળજ્ઞાન પામ્યા. અનેક ભવ્યાત્માઓને તારી તેત્રીશ હજાર સાડાસાતસો વર્ષ દીક્ષા પાળી, પંચાણું હજાર વર્ષ સર્વ આયુષ્ય પાળી, એક હજાર મુનિઓ સાથ સમેતશિખરે આવી એક માસનું અનશન કરી વૈશાખ વદિ
એકમે મોક્ષે ગયા. પ્રભુને સ્વયંભૂ વગેરે પાંત્રીશ ગણધરો સહિત સાઠ હજાર સાધુઓ, દામિની (F) વગેરે સાઠહજાર છસો સાધ્વીઓ, એક લાખ ઓગણએંશી હજાર શ્રાવકો, અને ત્રણ લાખ
એકયાસી હંજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસનરક્ષક ગંધર્વ યક્ષ અને બલાદેવી યક્ષિણી હતાં. પ્રભુ પોતે છઠ્ઠા ચક્રવર્તી હતા. પ્રભુને મોક્ષે ગયે એક પલ્યોપમના ચોથા ભાગ ઉપર પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયા ત્યારે ગ્રંથો લખાયા છે.
શ્રી શાંતિનાથ પ્રભુ બાર ભવમાંથી પહેલા ભવમાં જંબૂભરતમાં રત્નપુરીમાં શ્રીષેણ નામે રાજા હતા. ત્યાં સમ્યકત્વ પામ્યા. સમ્યકત્વ સહિત બારવ્રતની આરાધના કરી. બીજા ભવમાં 5) યુગલિયા થયા, ત્રીજા ભવમાં પહેલા દેવલોકમાં દેવ થયા. ચોથા ભવમાં વૈતાઢય ઉપર રથનુપૂર ચક્રવાલ નગરમાં અમિતેજ નામના વિદ્યાધર ચક્રવર્તી રાજા થયા. એમણે કોઇવાર અચલ કેવળીને
ભવ્ય છું કે અભવ્ય એવો પ્રશ્ન કરેલ, કેવળીએ કહ્યું, તમે નવમા ભવે જંબુદ્વીપના ભરતમાં સોળમા શાંતિનાથ નામે તીર્થંકર થાશો. અંતે સંયમ સ્વીકારી ચારિત્ર પાળી, પાંચમા ભાવમાં દશમા દેવલોકમાં દેવ થયા, છઠ્ઠા ભવમાં મહાવિદેહમાં અપરાજિત નામના બળદેવ થયા. એમણે » અંતે સોળ હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સાતમા ભવમાં બારમા દેવલોકમાં દેવ થયા. આઠમા
ભવમાં જંબૂ મહાવિદેહમાં વજાયુધ ચક્રવર્તી થયા. તેમણે અંતે ચાર હજાર રાણીઓ, સાતસો પુત્રો અને ચાર હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. સારી રીતે પાળીને નવમા ભવમાં ત્રીજા રૈવેયકમાં દેવ થયા. દશમા ભવમાં જંબૂ મહાવિદેહમાં મેઘરથ નામે રાજા થયા. અત્યંત ધર્મનિષ્ઠ એવા એ * રાજાની ઇશાનેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી. તેને સહન ન કરનાર એક દેવે પારેવાને રાજાનો
54444444444444444444
F૨૪૬
in Education international
For Personal Private Use Only