________________
ம்
કલ્પસૂત્ર
குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு
છું. ઉત્તમ કાર્યોમાં વપરાતો હોવાથી હું પવિત્ર છું, આ સમયે ડાબો હાથ બોલી ઉઠયો કે, હું
વ્યાખ્યાન રણસંગ્રામમાં, અંક ગણવામાં તત્પર રહું છું અને આ જમણો હાથ તો જુગાર, ચોરીદારી વગેરેમાં
તત્પર થાય છે તેથી હું એનાથી વિશેષ પવિત્ર છું. પછી પ્રભુએ જાણે બન્ને હાથોને કહ્યું કે, તમોએ કે રાજ્ય લક્ષ્મી એકઠી કરી છે. તેમજ દાન આપીને પણ ઘણા લોકોને કૃતાર્થ કર્યા છે તેમ દેનારા કે
ઉપર પણ કૃપા લાવી દાન ગ્રહણ કરો. એ રીતે જાણે પ્રભુએ એક વર્ષ સુધી સમજાવીને બને ? હાથોને શેરડી રસથી પૂર્ણ કર્યા, એ ઋષભદેવ પ્રભુ આપણું કલ્યાણ કરનારા થાઓ.
શ્રેયાંસે પ્રભુને રસનું દાન આપ્યું ત્યારે તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. રોમાંચ ખડાં છે થઈ ગયાં તેના હૃદયમાં ધર્મવૃક્ષ પણ વૃધ્ધિ પામવા માંડયું. આ વખતે દેવો વડે પ્રભુનું આ જી સાંવત્સરિક તપનું ઇક્ષુરસથી પારણું થયું તેના આનંદથી સાડાબાર ક્રોડ સુવર્ણરૂપ વસુવૃષ્ટિ, ; વસ્ત્રવૃષ્ટિ, સુગંધિ જલવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને દેવદુંદુભિ રૂપ પાંચ દિવ્ય પ્રગટ થયાં. “અહોદાનં (F અહોદાન” ની ઉદ્ઘોષણા થઈ, નગર લોકો ત્યાં એકઠા થઇ ગયા. શ્રેયાંસે લોકોને કહ્યું, સાધુઓને કે આ રીતે એષણીય આહાર અપાય, લોકોએ શ્રેયાંસને પૂછ્યું, આ રીતે દાન અપાય તે તે કેમ જાણું? શ્રેયાંસે પ્રભુ સાથેનો પોતાનો આઠ ભવનો સંબંધ આ રીતે કહી સંભળાવ્યો - જ્યારે ગ્ર પ્રભુ બીજા ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ હતા ત્યારે હું નિર્નામિકા નામે સ્વયંપ્રભા દેવી હતી, ત્યાંથી પ્રભુ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં વજજંઘ નામે રાજા હતા ત્યારે હું તેમની શ્રીમતી નામની રાણી હતી, ત્યાંથી અમે બન્ને યુગલિયા થયા, ત્યાંથી પહેલા દેવલોકમાં મિત્રદેવ થયા, ત્યાંથી પ્રભુ અપરવિદેહમાં જીવાનંદ નામે વૈદ્ય થયા ત્યારે હું કેશવ નામે શેઠનો પુત્ર હતો. ત્યાંથી બારમા દેવલોકમાં બન્ને દેવ થયા. ત્યાંથી પુંડરિકિણીપુરીમાં પ્રભુ ? વજનાભ ચક્રવર્તી હતા અને હું એમનો સારથિ હતો, ત્યાંથી બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા, આ આઠ ભવ થયા. આ નવમા ભવમાં એમનો હું પ્રપૌત્ર થયો છું. શ્રેયાંસ કુમારે ક વૃત્તાંત સાંભળી લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “શ્રી ઋષભદેવ સમાન
குக்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க
Jein Education international
For Personal Private Use Only
www.nelorary.org