Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 322
________________ કલ્પસૂત્ર B5555555555555555550 મગ્ન બન્યો રહે છે, તો તને મારા સુકુમાર પુત્રની ચિંતાની શી જરૂર હોય ? એ રાજ્યલક્ષ્મી ની વ્યાખ્યાન છોડીને ચાલ્યો ગયો છે તેને કોણ જાણે કેવાં આકરાં દુઃખો ભોગવવા પડતાં હશે? એવા વિચારથી રડતાં મરુદેવા માતાને ભરતે કહ્યું કે, હે માતાજી ! આજે આપના પુત્ર ઋષભ આવ્યા છે. આપ ચાલો, હું તેમની પાસે લઈ ચાલું. આમ કહી હાથીની અંબાડી ઉપર બેસાડીને ભરત પોતાના સર્વ પરિવાર અને ઋદ્ધિસમૃદ્ધિ સહિત ચતુરંગિણી સેના સાથે પ્રભુને વંદન કરવા ચાલ્યા. સમવસરણની સમીપમાં આવ્યા ત્યારે ભારતે કહ્યું, હે માતાજી ! તમારા પુત્રની સમૃધ્ધિ તો જુઓ. દેવદૂભિ નાદ થઇ રહ્યો હતો, દેવ, અસુરો અને માનવો પ્રભુને વાંદવા આવી રહેલ હતા. તેનો આનંદયુક્ત શબ્દોનો કોલાહલ થઇ રહ્યો હતો એ સમૃધ્ધિને સૂચવનારા શબ્દો તો કાને પડતા હતા અને ભરતે કહ્યું કે આપના પુત્રની સમૃદ્ધિ તો જુઓ. એટલે અત્યંત આનંદ થવાથી હર્ષના આંસુથી આંખના પડળ તૂટી પડયાં. તેથી સમવસરણમાં બેઠેલા પ્રભુને અને છત્ર ચામરાદિ પ્રાતિહાર્ય વગેરે લક્ષ્મીને જોઇને વિચાર કરવા લાગ્યાં કે, “અહો ! આ મોહ પરવશ પ્રાણીઓને ધિક્કાર થાઓ, કે જેઓ પોતાના સ્વાર્થ માટે જ સ્નેહ કરે છે. હું ઋષભના દુ:ખની ચિંતા કરી રડી રડીને આંધળી થઈ ગઈ છતાં દેવો અને અસુરોથી સેવાતા અને આવી અનુપમ સમૃધ્ધિને ભોગવતા એવા મારા પુત્ર ઋષભે મને પોતાની સુખસમૃદ્ધિના સમાચાર પણ મોકલ્યા નહિ. “અરે આ સ્વાર્થી નેહને ધિક્કાર હો, એમ વિચારી ભાવના ભાવતાં ક્ષપક શ્રેણિએ ચડેલાં મરુદેવી માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અને તે જ સમયે આયુષ્યનો પણ ક્ષય થવાથી અંતકૃત કેવળી થઈ હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલાં જ અવ્યયપદ (મોક્ષ) ને પામ્યાં. અહીં કવિ કલ્પના કરે છે કે, આ જગતમાં ઋષભદેવ સમાન કોઇ પુત્ર નથી કે, જેમણે એક હજાર વર્ષ સુધી પૃથ્વી પર ફરી ફરીને મહાન સાધના કરીને મેળવેલું કેવળજ્ઞાનરૂપી મહારત્ન નેહથી પોતાની માતાને આપી દીધું. તથા જગતમાં મરુદેવી જેવાં કોઇ માતા નથી કે જેઓ પોતાના પુત્ર માટે મુક્તિરૂપી કન્યાને જોવા માટે પ્રથમ જ મોક્ષમાં ગયાં. હવે દેવોએ સિધ્ધ થયેલાં (ક) ૨૭૪ 154444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370