________________
કલ્પસૂત્ર
B5555555555555555550
મગ્ન બન્યો રહે છે, તો તને મારા સુકુમાર પુત્રની ચિંતાની શી જરૂર હોય ? એ રાજ્યલક્ષ્મી ની વ્યાખ્યાન છોડીને ચાલ્યો ગયો છે તેને કોણ જાણે કેવાં આકરાં દુઃખો ભોગવવા પડતાં હશે? એવા વિચારથી રડતાં મરુદેવા માતાને ભરતે કહ્યું કે, હે માતાજી ! આજે આપના પુત્ર ઋષભ આવ્યા છે. આપ ચાલો, હું તેમની પાસે લઈ ચાલું. આમ કહી હાથીની અંબાડી ઉપર બેસાડીને ભરત પોતાના સર્વ પરિવાર અને ઋદ્ધિસમૃદ્ધિ સહિત ચતુરંગિણી સેના સાથે પ્રભુને વંદન કરવા ચાલ્યા. સમવસરણની સમીપમાં આવ્યા ત્યારે ભારતે કહ્યું, હે માતાજી ! તમારા પુત્રની સમૃધ્ધિ તો જુઓ. દેવદૂભિ નાદ થઇ રહ્યો હતો, દેવ, અસુરો અને માનવો પ્રભુને વાંદવા આવી રહેલ હતા. તેનો આનંદયુક્ત શબ્દોનો કોલાહલ થઇ રહ્યો હતો એ સમૃધ્ધિને સૂચવનારા શબ્દો તો કાને પડતા હતા અને ભરતે કહ્યું કે આપના પુત્રની સમૃદ્ધિ તો જુઓ. એટલે અત્યંત આનંદ થવાથી હર્ષના આંસુથી આંખના પડળ તૂટી પડયાં. તેથી સમવસરણમાં બેઠેલા પ્રભુને અને છત્ર ચામરાદિ પ્રાતિહાર્ય વગેરે લક્ષ્મીને જોઇને વિચાર કરવા લાગ્યાં કે, “અહો ! આ મોહ પરવશ પ્રાણીઓને ધિક્કાર થાઓ, કે જેઓ પોતાના સ્વાર્થ માટે જ સ્નેહ કરે છે. હું ઋષભના દુ:ખની ચિંતા કરી રડી રડીને આંધળી થઈ ગઈ છતાં દેવો અને અસુરોથી સેવાતા અને આવી અનુપમ સમૃધ્ધિને ભોગવતા એવા મારા પુત્ર ઋષભે મને પોતાની સુખસમૃદ્ધિના સમાચાર પણ મોકલ્યા નહિ. “અરે આ સ્વાર્થી નેહને ધિક્કાર હો, એમ વિચારી ભાવના ભાવતાં ક્ષપક શ્રેણિએ ચડેલાં મરુદેવી માતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અને તે જ સમયે આયુષ્યનો પણ ક્ષય થવાથી અંતકૃત કેવળી થઈ હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયેલાં જ અવ્યયપદ (મોક્ષ) ને પામ્યાં.
અહીં કવિ કલ્પના કરે છે કે, આ જગતમાં ઋષભદેવ સમાન કોઇ પુત્ર નથી કે, જેમણે એક હજાર વર્ષ સુધી પૃથ્વી પર ફરી ફરીને મહાન સાધના કરીને મેળવેલું કેવળજ્ઞાનરૂપી મહારત્ન નેહથી પોતાની માતાને આપી દીધું. તથા જગતમાં મરુદેવી જેવાં કોઇ માતા નથી કે જેઓ પોતાના પુત્ર માટે મુક્તિરૂપી કન્યાને જોવા માટે પ્રથમ જ મોક્ષમાં ગયાં. હવે દેવોએ સિધ્ધ થયેલાં
(ક) ૨૭૪
154444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang