________________
કલ્પસૂત્ર
5444445454 குழுகுகுகுகுத்தி
Jain Education International
એટલે બળદોને તે બાર પહોર આહાર પાણીનો અંતરાય થયો. તેથી જે કર્મ બંધાયું તે કર્મ પ્રભુને આ ભવમાં ઉદયમાં આવ્યું માટે કોઇ જીવને અંતરાય કરવો નહિ.
શ્રી ઋષભદેવે એક હજાર વર્ષ છદ્મસ્થ કાળ વીતાવ્યો તેમાં એક અહોરાત્રનો જ પ્રમાદ-કાળ
જાણવો. સાધના કરતાં પ્રભુ ક્યારે પણ એક હજાર વર્ષ સુધી પલાંઠી વાળીને બેઠા પણ નહિ એટલે સુવાની તો વાતજ કયાંથી હોય, હવે સર્વ મમતા રહિત, અને સતત આત્મધ્યાનમાં રમતા, જે કોઇ ઉપસર્ગાદિ થાય તેને સમભાવે સહન કરતા એવા પ્રભુને એક હજાર વર્ષ પૂર્ણ થયા પછી જે આ શિયાળાનો ચોથો માસ અને સાતમો પક્ષ એટલે ફાગણ માસ (ગુજરાતી માઘ માસ) નો કૃષ્ણ પક્ષ તે પક્ષની એકાદશીના દિવસે સવારમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડ વૃક્ષની નીચે જલપાન રહિત અક્રમ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે, શુક્લ ધ્યાનના મધ્યમાં રહેલા એવા પ્રભુને અનંત એવું કેવળજ્ઞાન અને કેવળ દર્શન ( ઉત્પન્ન થયું. તેથી પ્રભુ સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા છતાં આત્મરમણતામાં રહેવા લાગ્યા.
જે વખતે પ્રભુને કેવળજ્ઞાન થયું તે જ વખતે ભરતની આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન તે થયું. ભરતને એ બન્ને વધામણીઓ સાથે મળી, તેથી વિષયતૃષ્ણાની વિષમતાને લીધે ક્ષણવાર ભરત એવા વિચારમાં પડયા કે પહેલાં મારે કેવળજ્ઞાન પામેલા પિતાજી પાસે જઇ તેમને વંદના કરવી કે પહેલી ચક્રરત્નની પૂજા કરવી ? પછી તેને એવું થયું કે આ લોક અને પરલોકમાં પણ સુખ આપનાર યુગાદિનાથને વંદન,પૂજનાદિ કરવાથી આ લોકમાં જ માત્ર સુખમાં સહાય કરનાર ચક્રની પૂજા તો થઇ જ કહેવાય, એટલે પહેલાં કેવળજ્ઞાન પામેલા પિતા પાસે જવાની તૈયારી કરીને, પછી તેઓ મરુદેવા માતા કે જેઓ પુત્ર ઋષભે દીક્ષા લીધી ત્યારથી પુત્રના વિરહથી રુદન કરતાં હતાં અને એ રુદનથી જેમની આંખોમાં પડળ આવી ગયાં હતાં તેથી દેખતાં ન હતાં અને જેઓ ભરતને પણ ઓલંભા આપીને કહેતાં કે “હે ભરત! તું તો રાજલક્ષ્મીના ભોગ સુખમાં
GEEEEEE
For Personal & Private Use Only
વ્યાખ્યાન
८
૨૭૩
www.jainelibrary.org