________________
કલ્પસૂત્ર
FF 414155
144 SSGSSSSSSSSSSSSSS
પાત્ર, ઈક્ષરસ સમાન દાન અને શ્રેયાંસ જેવા ભાવવાળા દેનાર હોય તો સકળસિદ્ધિ પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન એમ બોલતા લોકો પોતપોતાને ઘેર ગયા. આ અવસર્પિણીમાં સુપાત્ર દાન દેવાની શરૂઆત શ્રી શ્રેયાંસકુમારથી થઈ છે.
કોઈક સમયે સાંજ વખતે પ્રભુ બહલી દેશની તક્ષશિલા નગરીના ઉદ્યાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલે તરત બાહુબલિને પ્રભુના આગમનના સમાચાર આપ્યા. તે સાંભળી આનંદિત )
થયેલા બાહુબલિએ સવારમાં મારી સકળ સામગ્રી સહિત પ્રભુને વંદન કરવા જઇશ, એમ ED વિચારીને આખી રાત ઉત્સાહમાં ગાળીને સવારમાં સકળ સામગ્રી તૈયાર કરાવી. પોતાના ક
સાડાત્રણ લાખ પુત્રો, પુત્રવધુઓ, અંત:પુર, નગરજનો અને ચતુરંગિણી સેના સહિત પ્રભુને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા. પરંતુ પ્રભુ તો સવારના કાઉસ્સગ્ગ પારીને વિહાર કરી ગયા હતા. તેથી બાહુબલિને પોતાના પ્રમાદ માટે ભારે પશ્ચાતાપ થયો. પછી બાહુબલિએ પ્રભુના પગલાના અનુસારે પોતાનો હાથી દોડાવ્યો પરંતુ તેને પ્રભુનાં દર્શન થયાં નહીં. પણ દૂરથી સુવર્ણ સમાન ઝળહળતી પ્રભુની કાંતિ જોઈ એટલે તેણે ત્યાં ઊભા રહી પ્રભુને પાંચ સાદ કર્યા. તે ઉપરથી કે
લોકમાં બાંગ પોકારવાની રીત ચાલી. પ્રભુ જ્યાં કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા હતા ત્યાં બાહુબલિએ રે એક રત્નમય પીઠિકા બંધાવી તેની ઉપર પ્રભુની પાદુકા પ્રતિષ્ઠિત કરી ત્યાં ધર્મચક્ર સ્થાપ્યું તેથી ? ત્યાં ધર્મચક્ર તીર્થ પ્રવર્તે.
પ્રભુ જે સાધિક બાર માસ સુધી સાધુ યોગ્ય આહાર પાણી ન મેળવી શક્યા, તેનો હેતુ એ છે છે કે પ્રભુનો જીવ કોઇક ભવમાં એક શેઠ હતો, ત્યારે કોઈ કણબી ખળામાં બળદોને ફેરવી જુવાર ધાન્યને કચરતો હતો. બળદો વારંવાર નીચે નમી નમીને તે જુવાર ધાન્યને ખાતા હતા, તેથી કણબી તે બળદોને ખૂબ મારતો હતો. તે જોઈ ત્યાંથી પસાર થતા શેઠને દયા આવવાથી કણબીને કહ્યું કે બળદોને તું માર નહિ, પરંતુ તેમના મોઢે સિક્યું બાંધ તો તે ધાન્ય ખાશે નહિ અને ચાલશે પણ બરાબર. કણબીએ તેમ કર્યું. પરંતુ બાર પહોર સુધી બાંધેલ સિક્કા છોડતાં જ તે ભૂલી ગયો.
(E) ૨૭૨
EGGE SIGUI 1914
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang