________________
குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுதி
કલ્પસૂત્ર મરુદેવીના શરીરને પ્રથમ ક્ષીરસમુદ્રમાં પધરાવી મહોત્સવ કર્યો. ભરત રાજાએ પણ સમવસરણની પુષ્કરિણી વાવમાં સ્નાન કરી પ્રભુ પાસે આવી વંદના કરી. પછી પ્રભુએ ધર્મદેશના આપી તે સાંભળીને ઋષભસેન વગેરે ભરતના પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ પ્રભુ પાસે સંયમ સ્વીકાર્યો. તેમાંથી પ્રભુએ ઋષભસેન વગેરે ચોર્યાશીને ગણધર પદવી આપી, બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી તે મુખ્ય સાધ્વી થઇ, ભરત રાજા પ્રથમ શ્રાવક થયા, સુંદરી પણ દીક્ષા લેવા તૈયાર થતી હતી, તેણીને અત્યંત સ્વરૂપવતી જાણીને આ સ્રીરત્ન થાશે એમ ધારી ભરતે તેને દીક્ષાની સંમત્તિ ન આપી, તેથી તે પ્રથમ શ્રાવિકા થઇ. એવી રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, પ્રભુને કેવળજ્ઞાન થયેલ જાણીને કચ્છ અને મહાકચ્છ સિવાયના સઘળા તાપસોએ પ્રભુ પાસે આવીને ફરીથી દીક્ષા સ્વીકારી, પછી મરુદેવા માતાના વિયોગથી શોકાતુર બનેલા ભરતને ઇન્દ્રે સમજાવીને શોકમુક્ત કર્યા, એટલે ભરત પ્રભુને વંદના કરી પોતાને સ્થાને ગયો. પ્રભુ બીજે વિહાર
કરી ગયા.
હવે ભરતે ચક્રરત્નની પૂજા કરી, શુભ દિવસે સારા મુહૂર્તે પ્રયાણ કરી સાઠ હજાર વર્ષે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પાછા આવીને પણ જાણ્યું કે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. કે ભરત છ ખંડ સાધીને આવ્યા ત્યારે સર્વે રાજાઓએ મળીને તેનો ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક ( કર્યો. પછી સુંદરીને અત્યંત દુર્બલ થયેલ જાણીને તેનું કારણ પૂછ્યું ત્યારે ભરતને સુંદરીએ કહ્યું ૐ કે, મારા પૂછવાથી શ્રી ઋષભદેવ પ્રભુએ, મને કહ્યું કે, જે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થાય તે મરીને છઠ્ઠી ૐ નરકે જાય, તેથી મેં ત્યારથી આયંબીલ તપ શરૂ કરેલ છે. એને આજે સાઠ હજાર વર્ષ થઇ ગયાં. હવે જો તમારી રજા હોય તો હું પ્રભુ પાસે ચારિત્ર લઉં, એ જાણી ભરતે તરત રજા આપવાથી સુંદરીએ ચારિત્ર લીધું.
Jain Education International
'
ભરત ચક્રવર્તી સુખે રાજ્ય કરતા હતા પરંતુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું ન હતું. તેનું કારણ જાણી તેણે પોતાના અટ્ઠાણુ ભાઇઓને પોતાની આજ્ઞા માનવા દૂતો મોકલી કહેવડાવ્યું,
For Personal & Private Use Only
G
વ્યાખ્યાન
८
૨૭૫
www.jainalarary.cfg