Book Title: Kalpsutra
Author(s): Gunsagarsuri, Kalaprabhsagarsuri
Publisher: Mulund Swe Mu Pu Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 324
________________ திழுக்கு કલ્પસૂત્ર ) તેથી અઠ્ઠાણુ ભાઇઓએ ભેગા થઇને પરસ્પર વિચાર્યું કે, આપણે ભરતની સેવા કરવી કે ભરત વ્યાખ્યાન સાથે યુધ્ધ કરવું, એ વિષે આપણે પ્રભુ પાસે જઇ પુછવું. પછી તેઓ પ્રભુ પાસે આવ્યા, પ્રભુએ તેમને વૈતાલીય અધ્યયનની પ્રરૂપણા કરી પ્રતિબોધીને દીક્ષા આપી. દૂતે એ સમાચાર ભરતને આપ્યા ત્યારે ભરત રાજાને ભાઇઓનો શોક થયો, તે પછી ચક્રરત્ન હજી પણ આયુધશાળામાં આવતું નથી એમ સાંભળીને કારણ પૂછતાં મંત્રીએ ભરતચક્રીને કહ્યું કે, જેમાં હજારો યોદ્ધાઓનું બળ છે એવો તમારો મહા ગર્વિષ્ઠ ભાઇ બાહુબલિ હજી તમારી આજ્ઞા માનતો નથી, એથી ભરતે સુવેગ નામનો દૂત બાહુબલિ પાસે મોકલ્યો, એ સુવેગ દૂતને માર્ગમાં અપશકુન થયા છતાં સ્વામીનું કાર્ય કરવા તે શીવ્રતાથી જવા લાગ્યો. રસ્તામાં ગોવાલણીઓએ પૂછ્યું, તમે કોણ છો ? અને ક્યાંથી આવો છો ? અને તમારો સ્વામી કોણ છે ? દૂતે કહ્યું, હું દૂત છું, અયોધ્યાથી આવું છું અને મારો સ્વામી ભરત છે, તે સાંભળી તે સ્ત્રીઓ કહેવા લાગી કે અરે ! ભરત તો કાંચલીમાં હોય, વાસણમાં હોય કે ભરત નામે રોગ થાય છે એ સિવાયનો ભરત અમે સાંભળ્યો પણ નથી. આ સાંભળી બાહુબલિના સામ્રાજ્યથી આશ્ચર્ય અનુભવતો દૂત તક્ષશિલા નગરીમાં બાહુબલિની રાજસભામાં આવ્યો. અને બાહુબલિ રાજાને નમન કરી આસન ઉપર બેઠો. ત્યારે બાહુબલિએ પૂછ્યું, કેમ ભરત અને ભરતના સવાક્રોડ પુત્રો વગેરે બધા કુશળ છેને ? દૂતે કહ્યું, જેમની સેવા દેવો અને અસુરો પણ કરે છે અને પૃથ્વીના બધા રાજાઓ કરે છે તેમને કુશળ જ છે. પરન્તુ તમો મોટાભાઇની સેવામાં હાજર નથી થયા તેનું તેમને દુ:ખ છે. તેથી તેમના તે દુઃખને દૂર કરવા । તમો મોટાભાઇની સેવામાં હાજર થઇ જાઓ તો સારૂં. દૂતના આવાં વચનો સાંભળી ક્રોધથી ને ધમધમતો બાહુબલિ ભ્રકુટિ ચઢાવીને કહેવા લાગ્યો કે ‘અરે દૂત ! ભરતે અટ્ઠાણુ ભાઇઓના રાજ્ય લઇ લીધાં, તો પણ તે તૃપ્ત થયો નથી અને મારૂં રાજ્ય પણ લઇ લેવા એને ઇચ્છા થઇ છે. તો હું એ અઠ્ઠાણુ ભાઇઓનો બદલો લઇશ. એમ કહી ગળું પકડીને દૂતને નગરની પાછલી બારીએથી કઢાવી મૂક્યો. દૂત પણ જીવ લઇને ભાગ્યો અને અયોધ્યામાં આવ્યો ત્યાં દૂતે ભરતને બધી વાત કહી, તેથી ક્રોધિત થયેલ ભરત ચક્રવર્તી ચતુરંગિણી સેના સહિત યુધ્ધ કરવા ચાલ્યા, મ્ ૨૭૬ SSG குழுத்தழுழுழுY Jain Education International For Personal & Private Use Only 7 www.jainerary/clq

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370