________________
કલ્પસૂત્ર # શરણાગત બનાવી સિંચાણા તરીકે ત્યાં આવી પોતાનો ભક્ષ્ય લેવાનો આગ્રહ કર્યો, રાજાએ એ વ્યાખ્યાન
પારેવાને આપવાની ના કહી. અન્ને શરણાગત પારેવાને બચાવવા એના પ્રમાણનું પોતાના E) શરીરનું માંસ આપવાનું કબુલ કરી છરીથી કાપી કાપી પોતાનું માંસ ત્રાજવામાં નાખવા માંડ્યું. F
પરંતુ પારેવાના વજન જેટલું દેવમાયાથી ન થતાં પોતે જ પોતાને ભક્ષ્ય તરીકે સોંપી દેવા ૨ ત્રાજવામાં બેસી ગયા, આ જોઈ દેવ નમી પડયો, ક્ષમા માગી અને ઇશાનેન્દ્ર કરેલ પ્રશંસાની રે વિગત કહી પ્રશંસા કરીને ચાલ્યો ગયો. એ મેઘરથ રાજાએ ભાઈ દઢરથ, સાતસો પુત્રો, અને . ચાર હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી, વીશસ્થાનક આરાધી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પછી સિંહવિક્રીડિત તપ કરેલ, લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી અનશન કરી અગિયારમા ભવે
સર્વાર્થસિદ્ધમાં દેવ થયા, ત્યાંથી ચ્યવી હસ્તિનાપુરમાં વિશ્વસેન રાજાની રાણી અચિરાદેવીના > ઉદરમાં ચૌદ સ્વપ્ન સૂચિત ભાદરવા વદ સાતમે આવ્યા. એમના પ્રભાવથી દેશમાં થયેલ મરકી
શાંત થઇ. તેથી જેઠ વદ તેરસે પ્રભુ જન્મ્યા પછી તેમનું શાંતિકુમાર નામ રાખ્યું. હરણ છે
લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા અને ચાલીશ ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ પચ્ચીશ હજાર વર્ષ (1) કુમારપણે, પચ્ચીશ હજાર વર્ષ માંડલિક રાજાપણે અને પચ્ચીશ હજાર વર્ષ ચક્રવર્તી પણે રહી, ;
સાંવત્સરિક દાન આપી, એક હજાર રાજાઓ સાથે જેઠ વદિ ચૌદસે દીક્ષા લઈ, એક વર્ષ છદ્મસ્થ રહી, પોષ સુદિ નવમીના કેવળજ્ઞાન પામ્યા. ઘણા ભવ્યાત્માઓને તારી પચ્ચીશ હજાર વર્ષ ચારિત્ર પાળી સર્વ એક લાખ વર્ષ આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર નવસો મુનિઓ સાથે
એક માસનું અનશન કરી જેઠ વદિ તેરસે મોક્ષે ગયા. પ્રભુને ચક્રાયુધ આદિ છત્રીશ ગણધરો ગ્ર જી) સહિત બાસઠ હજાર સાધુઓ, સુમતિ આદિ એકસઠ હજાર છસો સાધ્વીઓ, બે લાખ નેવું હજાર જી
શ્રાવકો, અને ત્રણ લાખ વ્યાણું હજાર શ્રાવિકાઓ, એટલો પરિવાર હતો. શાસનરક્ષક ગરુડ યક્ષ અને નિર્વાણી યક્ષિણી હતાં. પ્રભુ પોતે પાંચમા ચક્રવર્તી હતા. પ્રભુને મોક્ષે ગયે લગભગ અર્ધા પલ્યોપમ, પાંસઠ લાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયાં છે.
4444444444444HHH444
5444 445 44 454554654
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org