________________
55 416 44444
Los4499
કલ્પસૂત્ર ક ભૂમિ. તેમાં એક પ્રભુ મહાવીર દેવ મોક્ષે ગયા પછી તેમના શિષ્યો મોક્ષે ગયા, ત્યાર પછી તેમના વ્યાખ્યાન
શિષ્ય જંબૂસ્વામી મોક્ષે ગયા એટલે પટ્ટપરંપરા પ્રમાણે ત્રણ પાટ સુધી મોક્ષ માર્ગ ચાલ્યો એ યુગાંતકૃત ભૂમિ જાણવી.
અને શ્રી વીર પ્રભુ કેવળજ્ઞાની થયા પછી ચાર વર્ષ થયાં ત્યારે કોઈ જીવ મોક્ષે ગયો એટલે પ્રભુની કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી ચાર વર્ષે મુક્તિમાં જવાનો પ્રારંભ થયો એ પર્યાયાંતકત ભૂમિ ગ્ર j) જાણવી.
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહી તથા બાર વર્ષથી કાંઇક અધિક સમય છદ્મસ્થ મુનિપણે રહીને કાંઈક ઓછો એટલે છમાસ ઓછા ત્રીશવર્ષ સુધી કેવળી પર્યાય પાળીને એટલે બેંતાલીશ વર્ષ સુધી ચારિત્ર પર્યાય પાળીને, સર્વ મળીને બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ભવોપગ્રાહી એવા વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતકર્મોનો ક્ષય કરીને આ અવસર્પિણી કાળનો દુષમસુષમ નામનો ચોથો આરો ઘણો વીતી ગયો એટલે ત્રણવર્ષ અને સાડાઆઠ માસ બાકી રહ્યા છે ત્યારે મધ્યમ અપાપા નગરીમાં
હસ્તિપાલ રાજાના કારકુનની સભામાં બીજો કોઇ મોક્ષે જનાર સાથે ન હોવાથી એકલા જ ફ) છઠ્ઠભક્ત એટલે છ ટંકના ભોજન પાણી ત્યાગ કરીને એટલે છઠ્ઠ તપ કરીને સ્વાતિ નક્ષત્રમાં )
ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ચાર ઘડી રાત્રિ બાકી રહી હતી ત્યારે પદ્માસને બેઠેલા ભગવાન કલ્યાણફળ વિપાકના પંચાવન અધ્યયનોને તથા પાપ ફળ વિપાકના પંચાવન અધ્યયનોને અને છત્રીશ નહીં પૂછાયેલા એટલે અપૃષ્ઠવ્યાકરણ એવા અધ્યયનો કહીને પ્રધાન નામના એક મરૂદેવા અધ્યયનને ભાવતા ભાવતા મોક્ષને પામ્યા. સંસારથી છૂટયા, સમ્યફપ્રકારે ઉપર ઉર્ધ્વગતિને પામ્યા. જન્મ, જરા, અને મરણનાં બંધનો છેદી સિધ્ધ થયા. બુદ્ધ થયા, મુક્ત થયા, સર્વકર્મનો અંત કરનાર થયા અને સર્વ સંતાપથી રહિત થયા, સર્વ દુઃખોથી મુક્ત થયા.
૨૨૨
குருருருருரு
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org