________________
திருகுகுகுகுகுது
કલ્પસૂત્ર વિલાસો બતાવી આનંદ અનુભવવા લાગી. પછી તે બધી સ્ત્રીઓ એકી સાથે જલ સિંચનથી પ્રભુને
વ્યાખ્યાન વ્યાકુળ કરવા લાગી, ત્યારે આકાશવાણી થઈ કે, “અરે સ્ત્રીઓ ! મેરુપર્વત ઉપર ચોસઠ ઇન્દ્રોએ દેવો સહિત ભેગા મળીને એક યોજનાના મુખવાળા હજારો ઘડાઓ વડે બાલ્યાવસ્થાવાળા નેમિકમારનો અભિષેક કર્યો હતો ત્યારે એ તદ્દન બાળક અવસ્થામાં પણ વ્યાકુળ થયા ન હતા તો હમણાં આ યુવાનીમાં શું તમારા જલસિંચનની ક્રીડાઓથી વ્યાકુળ થશે ? એ માટે તમારો પ્રયાસ નિષ્ફળ સમજશો. એ સાંભળી વિસ્તારથી જલક્રીડા કરી તળાવને કાંઠે સુવર્ણસિંહાસન ઉપર શ્રી નેમિકુમારને બિરાજમાન કરી બધી સ્ત્રીઓ તેમની ચારે બાજુ બેસી ગઇ. ત્યાર બાદ
રુકિમણીએ કહ્યું કે હે નેમિકુમાર ! તમો આજીવિકાના કાયરપણાથી વિવાહ કરતા નથી તે (5) બરાબર નથી, તમારા ભાઈ બત્રીશ હજાર સ્ત્રીઓને પરણીને પણ પાળે છે તો તમારી પણ ન
આજીવિકા ચલાવશે. પછી સત્યભામાએ કહ્યું કે, ઋષભદેવાદિ તીર્થકરોએ વિવાહ કરેલ, રાજ્ય પણ કરેલ અને દીક્ષા પણ લીધી તથા મોક્ષે પણ ગયા છે તો તમો તો તેમનાથી જુદી જાતનાજ મોક્ષગામી છો ! માટે “હે અરિષ્ટનેમિ ! વિચાર કરી પરણી ગૃહસ્થ જીવન જીવીને તમારા બંધુઓના મનને આનંદ પમાડો. પછી જાંબુવતીએ કહ્યું કે, “હે નેમિકુમાર ! પૂર્વે હરિવંશના આભૂષણ સમાન શ્રી મુનિસુવ્રતસ્વામી પણ પરણી પુત્રવંત થઈ સંસાર ભોગવીને પછી દીક્ષા લઇ તીર્થકર થયા છે અને મોક્ષે પણ ગયા છે. પછી પદ્માવતીએ કહ્યું કે, પત્ની વિના પુરૂષની શોભા નથી અને પત્ની વિનાના પુરુષનો કોઈ વિશ્વાસ કરતું નથી તેમ પત્ની વિનાનો પુરૂષ અપમાનિત પણ થાય છે, ગાંધારીએ કહ્યું, પત્ની વિના યાત્રા, ઉત્સવ, ઉજાણી, સંઘ, પર્વ અને વિવાહ વગેરે પણ શોભતા નથી. પછી ગૌરીએ કહ્યું, તિર્યંચ જાતિના પક્ષીઓ પણ આખો દિવસ બહાર ફરી , સાંજે પોતાના માળામાં પત્નીઓ સાથે સુખે નિવાસ કરે છે. માટે “હે દિયર ! તમો તો તે
પશુઓથી પણ શું હીન બુદ્ધિવાળા છો ? પછી લક્ષ્મણાએ કહ્યું, કે, સ્નાનાદિક સકલ અંગ સેવામાં (F) સહાય કરનાર પત્ની વિના પુરૂષની શી દશા થાય? પછી સુસીમાએ કહ્યું કે પત્ની વિના ઘરે ) ક) આવેલા મહેમાન, અતિથિ, મુનિરાજ વગેરેની કોણ સેવા ભક્તિ કરે ? એવી રીતે બીજી પણ દે ૨૩૫
555555555555555555%
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org