________________
વ્યાખ્યાન
વાચસો વર્ષ કેવળી પગે
નવસો વર્ષનું આયુષ્ય ભો
કલ્પસૂત્ર છે પરંતુ વમેલ વિષને પાછું લેતા નથી. માટે “હે રથનેમિ ! તમે કેવા ઉચ્ચ કુળમાં જન્મ્યા છો તે
વિચારો. આવી વિપરીત વિચારણા કરતાં પહેલાં આત્માને સમજાવવાનો પ્રયત્ન કરો. વગેરે
રાજીમતીનાં કહેલ વચનોને સાંભળીને પ્રતિબોધ પામેલા રથનેમિ પ્રભુ પાસે તેની આલોયણા લઇ * તપ કરીને મોક્ષે ગયા. રથનેમિ મુનિ ચારસો વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. એક વર્ષ છદ્મસ્થપણે રહ્યા
અને પાંચસો વર્ષ કેવળજ્ઞાની પણે જગતને બોધ આપી એમ નવસો વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષે ગયા. રાજીમતી પણ ચારસો વર્ષ ગૃહવાસમાં, એક વર્ષ છદ્મસ્થપણે રહી પાંચસો વર્ષ કેવળી પણે વિચરી જગતને બોધ આપી સર્વ મળી નવસો વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષે ગયા. એટલે નેમિનાથ પ્રભુ સાથેનો ઘણા કાળથી ઇચ્છિત એવો શાશ્વત સંજોગ પામ્યાં.
અરિહંત અરિષ્ટનેમિ પ્રભુને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા, એ પ્રભુને વરદત્ત વગેરે અઢાર હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી, આર્યાયક્ષિણી વગેરે ચાલીશ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. નંદ વગેરે એક લાખ અને ઓગણોસિત્તેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી, અને મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીસ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી. તથા જિન નહીં છતાં જિનની જેમ સર્વાક્ષર સંનિપાતી એવા ચારસો ચૌદ પૂર્વ ધારીઓની સંપદા હતી, વળી પંદરસો અવધિજ્ઞાનીઓની, પંદરસો કેવળજ્ઞાનીઓની, પંદરસો વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનીઓની,
આઠસો વાદીઓની, અને સોળસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિઓની સંપદા હતી, એ 5) પ્રભુના પંદરસો સાધુઓ સિદ્ધ થયા અને ત્રણ હજાર સાધ્વીજીઓ સિદ્ધ થઈ હતી.
અરિહંત શ્રી અરિષ્ટનેમિનાથ પ્રભુને બે પ્રકારની અંતકૃત ભૂમિ હતી. એક યુગાંતકૃત ભૂિ અને બીજી પર્યાયાંતકૃત ભૂમિ. તેમાં પ્રભુ મોક્ષે ગયા પછી આઠ પાટાનુપાટ સુધી મોક્ષ માર્ગ ચાલ્યો તે યુગાંતકૃત ભૂમિ, તથા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે વર્ષે કોઇક સાધુ મો ગયા ત્યારથી તેમના શાસનમાં મોક્ષ માર્ગ ચાલ્યો તે પર્યાયાંતકૃત ભૂમિ જાણવી.
444444444444444
T સાથનો ઘણા કાળથી ડર
தகுக்குகுகுகுகுகுகுகுகுகுகுகுக்குக்கு
૨૪૧
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org