________________
વ્યાખ્યાન
)
444444444444444444
શ્રાવણ વદિ આઠમના જન્મ્યા, સુવર્ણની કાંતિ, નીલકમલ લાંછન અને પંદર ધનુષ્યની $ ઊંચાઇવાળા પ્રભુ અઢી હજાર વર્ષ કુમારપણે રહી, પાંચ હજાર વર્ષ રાજ્ય ભોગવી, અંતે
સાંવત્સરિક દાન દઇ, અષાઢ વદિ નવમીના દિવસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ નવમાસ છદ્મસ્થ રહી, માગસર શુક્લ એકાદશીના મિથિલામાં કેવળજ્ઞાન પામી, ઘણા ભવ્યો જીવોને પ્રતિબોધી અઢી હજાર વર્ષ દીક્ષા પાળી, દશહજાર વર્ષ આયુષ્ય ભોગવી, એક હજાર મુનિઓની સાથે સમેતશિખર ઉપર માસિક અનશન કરી વૈશાખ વદિ દશમના દિવસે મોક્ષે ગયા. પ્રભુને કુંભ વગેરે સત્તરગણધરો સહિત વીશ હજાર સાધુઓ અનિલા વગેરે એકતાલીસ હજાર સાધ્વીજીઓ, એકલાખ સિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ અડતાલીશ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. એ પ્રભુના શાસનમાં દશમા હરિષણ અને અગિયારમા જય નામે ચક્રવર્તી
થયા છે. નમિનાથ પ્રભુ મોક્ષે ગયે પાંચલાખ ચોર્યાશી હજાર નવસો એંશી વર્ષ થયાં ત્યારે પુસ્તકો 2 લખાયાં છે. એ પ્રભુના શાસન રક્ષક ભૂફટી યક્ષ અને ગાંધારિ યક્ષિણી હતાં.
- શ્રી મુનિસુવ્રતપ્રભુ આગલા ત્રીજા ભવમાં અપરમહાવિદેહમાં ભરત વિજયની ચંપાપુરી નગરીમાં શુરશ્રેષ્ઠ રાજા હતા. સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક તપ આરાધી તીર્થકર નામ
કર્મ બાંધી ત્યાંથી પ્રાણતદેવલોકથી એવી રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની પદ્માવતી રાણીના 5) ઉદરમાં શ્રાવણ સુદ પુનમના ચૌદસ્વપ્ન સૂચિત આવ્યા. જેઠ વદિ અષ્ટમીના જમ્યા.
શ્યામકાંતિવાળા, કૂર્મના લાંછનવાળા, વીશધનુષ્યની ઊંચાઇવાળી પ્રભુ સાડાસાત હજાર વર્ષ કુમારપણે રહી, પંદર હજાર વર્ષ રાજ્ય પાળી, સાંવત્સરિક દાન દઈ એક હજાર રાજાઓની સાથે ફાગણ સુદિ બારસે દીક્ષા લઇ અગિયાર માસ છદ્મસ્થ રહી ફાગણ વદિ બારસના રાજગૃહીમાં કેવળજ્ઞાન પામી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધી અંતે સમેતશિખર ઉપર એક હજાર મુક્તિ સાથે એક માસનું અનશન કરી સાડા સાત હજાર વર્ષ દીક્ષા પાળી, સર્વ ત્રીસ હજાર આયુષ્ય ભોગવી જેઠ વદિ નવમીના પ્રભુ મોક્ષે ગયા. એ પ્રભુને ઈન્દ્ર વગેરે અઢાર ગણધર ૨
44445505
$1449
in Education international
For Personal Private Lise Only
www.albrary.org