________________
કલ્પસૂત્ર
குழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுழுகு
આ વગેરે વર્ણન પૂર્વે શ્રી મહાવીર પ્રભુના વૃત્તાંતમાં આવી ગયેલ છે તે પ્રમાણે અહીં પણ સર્વ દ્રવ્ય, ગોત્રીઓને વહેંચી આપ્યું ત્યાં સુધીનું જાણવું.
Jain Education international
પછી જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લપક્ષ તેની છટ્ઠના દિવસે પહેલા પહોરે ઉત્તરકુશનામે શિબિકામાં બેઠેલા શ્રી નેમિનાથ પ્રભુ મનુષ્ય, દેવ અને અસુરોથી પરિવર્યા છતાં, દ્વારિકા નગરીના મધ્ય મધ્ય ભાગમાંથી નીકળીને નગરીની બહાર જ્યાં રૈવતક નામે ઉદ્યાન છે અને જ્યાં અશોકવૃક્ષ છે ત્યાં આવી પાલખીમાંથી ઉતરીને પોતાની મેળેજ કેશોનો પંચમુષ્ટિ લોચ કર્યો, અને છઠ્ઠના પાણી વિનાના તપથી ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઇન્દ્રે આપેલા એક દેવદૃષ્ય વસ્ત્રને લઇને એક હજાર પુરુષોની સાથે દીક્ષા ગ્રહણ કરી ઘરમાંથી નીકળેલા પ્રભુ સાધુપણાને પામ્યા.
શ્રી અરિષ્ટનેમિ અરિહંત ચોપન રાત્રિ દિવસ નિરંતર પોતાના શરીરને વોસિરાવીને રહ્યા.
તે અહીં પૂર્વે શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહેલ સર્વે અધિકાર જાણવો, તે યાવત્ પંચાવનમા રાત્રિ દિવસમાં રહેલા એ પ્રભુને જે આ ચોમાસાનો ત્રીજો માસ અને પાંચમો પક્ષ એટલે આસો માસનો કૃષ્ણ પક્ષ, તેના પંદરમા દિવસે એટલે અમાવાસ્યાના દિવસે દિવસના પાછલા પહોરે ગિરનાર પર્વતના શિખર ઉપર વેતસવૃક્ષની નીચે ચોવિહાર અટ્ઠમ તપથી ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા પ્રભુને અનંત અને અનુપમ એવાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં. એથી સર્વલોકમાં રહેલ સર્વ પ્રાણીઓના સંપૂર્ણ ભાવોને જાણતા છતાં વિચરે છે.
પ્રભુના કેવળજ્ઞાનની વધામણી વનપાલકે શ્રી કૃષ્ણ વાસુદેવને આપી, પછી સર્વ પરિવાર અને નગરજનો સાથે મોટા આડંબરપૂર્વક શ્રી કૃષ્ણ વાસુદેવ પ્રભુને વંદન કરવા આવ્યા, રાજીમતી પણ ત્યાં આવ્યાં. પ્રભુએ દેશના આપી તે સાંભળીને વરદત્ત વગેરે બે હજાર રાજાઓએ દીક્ષા લીધી, પછી શ્રી કૃષ્ણે રાજીમતીના સ્નેહનું કારણ પૂછતાં પ્રભુએ કહ્યું, “પહેલા ભવમાં હું ધન નામે
For Personal & Private Use Only
E
5
குகு
વ્યાખ્યાન
૭
૨૩૯
www.jainsltarary.cig