________________
કલ્પસત્ર 3 અટકાવીને શિવાદેવીએ કહ્યું “હે પુત્ર તું એકવાર વિવાહ કરીને તારી વહુનું મુખ મને બતાવ. F વ્યાખ્યાન
ત્યારે નેમિકુમારે કહ્યું, હે મા ! તમો એ આગ્રહ ન કરો, મને માનુષી સ્ત્રી ઉપર પ્રેમ નથી, મને મુક્તિ સ્ત્રી ઉપર પ્રેમ થયો છે તેથી તેને મેળવવા પ્રયત્ન કરીશ. આ સમયે રાજીમતી પણ “હા દૈવ,” આ શું થયું? આ શું થયું ? એમ કહેતી મૂચ્છ ખાઈ જમીન ઉપર પડી ગઇ, સખીઓએ ચંદનરસ વગેરે શીત ઉપચારોથી સચેતન કરેલી રાજીમતી વિલાપ કરતી કહેવા લાગી કે, “હે ) નિરુપમનાથ ! હે જગશરણ ! હે કરૂણા સમુદ્ર ! તમે મને ત્યજીને ક્યાં જાઓ છો ? હે જાદવકુળકમલ સૂર્ય ! તમે આ શું કર્યું ? વળી તે આક્રોશ કરતી કહે છે કે “હે ધૂર્ત ! અનંતા સિધ્ધજીવોએ સેવેલી એવી મુક્તિરૂપ વેશ્યા પર જ તમને પ્રીતિ હતી તો મને શા માટે હેરાન દે કરી ?
આ સાંભળી સખીઓએ કહ્યું “અરે બહેન ! આવા કાળા કુબડા અને વૈરાગી વર ઉપર આટલો બધો રાગ શા માટે રાખે છે? દુનિયામાં શું સારા વર નથી મળતા ? જરૂર મળે છે તો એનો મોહ તજી દે. આ સાંભળી રાજીમતીએ કહ્યું, જો પશ્ચિમમાં સૂર્યનો ઉદય થાય, અને પૂર્વમાં
સૂર્યનો અસ્ત થાય તો પણ હું એ નેમિકુમાર વિના અન્ય વર નહીં કરું. વળી નેમિકુમારને કઈ દ સંબોધીને કહે છે “હે રાજપુત્ર ! તમે ઘરે આવેલા યાચકોને માગ્યાથી વધારે આપો છો અને ૬
હું યાચના કરું છું છતાં મારા હાથને હાથ આપ્યો નહીં, અર્થાત્ મારા હાથને ગ્રહણ ન કર્યો. પરંતુ એ હાથે દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા મસ્તક ઉપર વાસક્ષેપ કરાવીશ. હવે નૈમિકુમારને
વિવિધ પ્રકારે કહેતા રાજા સમુદ્રવિજય અંતે કહે છે કે, ઋષભદેવ આદિ જિનેશ્વરો વિવાહ કરી () રાજ્ય ચલાવ્યા પછી દીક્ષા લઈ મોક્ષે ગયા છે અને બાલ બ્રહ્મચારી એવા તમે તેમનાથી અધિક )
ED થાઓ. (F) હવે શ્રી નેમિકુમારને ગૃહસ્થાવાસમાં કુમારપણે ત્રણસો વર્ષ થયાં ત્યારે જિતકલ્પિક લોકાંતિક (
) દેવોએ આવીને “હે લોકનાથ ! જગતહિતકારી, સુખકારી એવું ધર્મતીર્થ પ્રવર્તાવો વગેરે કહ્યું. ૨૩૮
25.4 45 42 4444444444444
குருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும்
Jain Education international
For Personal & Private Lise Only
www.janelayang