________________
વ્યાખ્યાન
કલ્પસૂત્ર
નથી, પછી ચંદ્રાનનાએ કહ્યું કે, એ દૂષણ તો મેં પણ જામ્યું છે. પણ હમણાં મૌન ધારણ કરવું
સારું, આ સાંભળી મધ્યસ્થતાપૂર્વક રાજીમતીએ કહ્યું “હે સખીઓ ! ભુવનમાં અત્યંત ભાગ્યવતી (F) અને ધન્યવાદને પાત્ર એવી કોઈ કન્યા જ આવા અનુપમ ઉત્તમવરને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ
આવા સર્વગુણ સંપન્ન વરમાં પણ જે દૂષણ કહેવું તે તો દૂધમાંથી પોરા કાઢવા જેવી અસંભવિત 18 વાત છે. ત્યારે સખીઓએ કહ્યું કે, બહેન, વરનો પ્રથમ તો ગૌરવર્ણ જોવાય બાકીના ગુણો તો
પરિચય થયે જણાય, આ વરનો વર્ણ તો કાજલ જેવો શ્યામ છે. રાજીમતીએ કહ્યું, આજ સુધી તમે ચતુર છો એમ હું માનતી હતી, પરંતુ એ માન્યતા ભૂલ ભરેલી સમજાઈ છે કારણ કે, તમે અનેકગુણોનું કારણ જે શ્યામપણું ભૂષણ રૂપ છે તે તમને દૂષણરૂપ લાગે છે. શ્યામપણામાં અને શ્યામના આશ્રિત પદાર્થોમાં ગુણો છે. અને કેવળ ગૌરપણામાં દૂષણ રહેલાં છે તે હું કહું છું તમો સાંભળો-જુઓ પૃથ્વી, ચિત્રાવેલ, અગર, કસ્તુરી, મેઘ, કાંકિણી, કેશ, કસોટી, મશી અને રાત્રિ એ સર્વ કષ્ણવર્ણવાળી વસ્તુઓ હોવા છતાં મહાન ગુણોવાળી છે તથા કપૂરમાં કોલસા, ચંદ્રમાં કલંક, નેત્રમાં કીકી, ભોજનમાં મરી, ચિત્રમાં રેખા એ કૃષ્ણવર્ણવાળી વસ્તુ છતાં ગુણકારી છે. પરંતુ મીઠું (એટલે લૂણ) ખારૂં, હીમબાળનારૂં, અતિ સફેદ શરીરવાળા રોગી, ચુનો પરવશ ગુણવાળો એ ગૌરવર્ણવાળા પદાર્થો પણ અવગુણવાળા છે. આ વાતોના સમયે શ્રી નેમિકુમારે પશુઓનો કરૂણસ્વર સાંભળીને સારથિને પૂછ્યું કે આ શું સંભળાય છે? સારથિએ કહ્યું, તમારા વિવાહના પ્રસંગે એકત્ર થયેલ માણસોની ભોજનવિધિ માટે આણેલા પશુઓનો આ શબ્દ સંભળાય છે. આ સાંભળીને નેમિકુમારને થયું કે, “આ વિવાહનો મહોત્સવ ધિક્કાર પાત્ર છે.” જે આ પશુઓ માટે અનુત્સવ -શોકરૂપ છે. આ સમયે રાજીમતીનું જમણું નેત્ર ફરકતું થયું. એ વાત તેણે સખીઓને કહી, ત્યારે સખીઓએ કહ્યું કે, તારું અપમંગલ નાશ પામો, એમ કહી યુથ કરવા લાગી, આ સમયે નેમિકુમારે સારથિને કહ્યું, રથને પાછો વાળ, મારે વિવાહ કરવો નથી અને પશુ રક્ષકોને કહ્યું કે, આ બધા પશુઓને છોડી મૂકો, એટલે તેમણે પશુઓને છોડી દીધા, સારથિએ રથ પાછો વાળ્યો. ત્યારે સમુદ્રવિજય રાજાએ અને શિવાદેવી વગેરે સ્વજનોએ રથને
55555555555 பகுகுகுகுகுகுகும்
444444444
5994416
૨૩૭
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang