________________
કલ્પસૂત્ર
கருருகு
5555
$5444
સ્ત્રીઓની વચનયુક્તિથી તથા યાદવોના આગ્રહથી મૌન સેવતા હાસ્યયુક્ત મુખવાળા નેમિકુમારને વ્યાખ્યાન જોઇને, ના નથી પાડતા માટે માન્ય કરેલ છે. એવા ન્યાયથી નેમિકુમારે વિવાહની હા કહી છે એમ બધી સ્ત્રીઓ બોલવા લાગી. પછી ઉગ્રસેન રાજાની દીકરી અને કંસની બહેન જે કુમારી રાજીમતી હતી તેની માગણી કરી. શ્રી કૃષ્ણ એ માન્ય કરાવીને ક્રોષ્ટિક નામના નિમિત્તિયાને
નેમિકુમાર અને રાજુમતીના લગ્નનું મુહૂર્ત પૂછ્યું, નિમિત્તિઓએ કહ્યું કે ચાતુર્માસમાં બીજા પણ Eછે કેટલાક કાર્યોની ના કહેલ છે તો વિવાહ કેમ થાય ? ત્યારે રાજા સમુદ્રવિજયે કહ્યું કે, શ્રી કૃષ્ણ ક
મહામહેનતે નેમિકુમારને પરણવાની હા કરાવી છે તો એ કામમાં હવે વિલંબ ન જોઇએ. વિઘ્ન ન થાય તેવો સમીપનો દિવસ કહો, ત્યારે નિમિત્તિઓએ શ્રાવણ સુદ ૬ નું મુહૂર્ત આપ્યું, પછી વિવાહને યોગ્ય વસ્ત્રાલંકારોથી અલંકૃત અને રથમાં બેઠેલા, જનતાને આનંદ આપનારા છત્રથી શોભતાં, સમુદ્રવિજય વગેરે દશાઈ તથા કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવારથી પરિવરેલા શ્રી નેમિકુમાર શિવા દેવી વગેરે ઉત્તમ સ્ત્રીઓ ધવલમંગલ ગીતો ગાતે છતે પરણવા ચાલ્યા, આગળ ) ચાલતાં તેમણે સારથિને પૂછ્યું આ મહાન મહેલ કોનો છે? સારથિએ કહ્યું એ મહેલ ઉગ્રસેન રાજાનો છે અને સામે દેખાતી બે સ્ત્રીઓ રાજીમતીની સખીઓ છે. આ વખતે એ સખીઓમાંની મુગલોચનાએ ચંદ્રાનનાને કહ્યું, સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ વખાણવા લાયક છે કે, જેનું પાણિગ્રહણ આવો શ્રેષ્ઠ પતિ કરશે. ત્યારે ચંદ્રાનનાએ કહ્યું કે, વિધાતા આવી અદૂભુત રૂપવાળી . રાજીમતીને બનાવીને તેને યોગ્ય વર સાથે ન જોડે તો વિધાતાની કિંમત શી? આ વખતે કો
વાજીંત્રોના શબ્દો સાંભળીને રાજીમતી પણ ત્યાં આવીને કહેવા લાગી કે, “અરે સખીઓ ! ભવ્ય કે સમારોહપૂર્વક આવતા એવા મારા સ્વામીને તમોજ જોશો ? શું મને જોવા નહિ દો ? એમ કે
બોલતી તે બન્ને સખીઓ વચ્ચે ઊભી રહી જોવા લાગી અને નેમિકુમારને જોતાંજ તેને થયું કે શું આ ઇન્દ્ર છે? ચંદ્ર છે? સૂર્ય છે? પાતાલકુમાર છે? કે કામદેવ છે? અથવા મારા ભાગ્યનો સમૂહ છે. મૃગલોચના રાજીમતીના અભિપ્રાયને જાણીને હસતી છતી ચંદ્રાનનાને કહેવા લાગી કે, સર્વગુણસંપન્ન એવા પણ આ વરમાં એક દૂષણ છે. પરંતુ રાજીમતીના સાંભળતા હું કહી શકતી
44444
4150
For Personal & P
e
Use Only
www.
library.org