________________
» વ્યાખ્યાન
444444
કલ્પસૂત્ર )
હવે શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર કહેવાય છે. તે કાળ અને તે સમયને વિષે શ્રી નેમિનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયાં છે. ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી અવીને ગર્ભમાં આવ્યા, ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી, ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષ પણ ચિત્રા નક્ષત્રમાં જ પામ્યા. - શ્રી નેમિનાથ પ્રભુ તે કાળ અને તે સમયે જે આ ચોમાસાનો ચોથો માસ અને સાતમું પક્ષ એટલે કાર્તિક માસ (ગુજરાતી આસો માસ) કૃષ્ણપક્ષ તેની બારસે બત્રીશ સાગરોપમની રે સ્થિતિવાળા અપરાજિત વિમાનમાંથી અંતરરહિત અવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં શૌર્યપુરનગરમાં સમુદ્રવિજય રાજાની શિવાદેવી નામે રાણીના ઉદરમાં મધ્યરાત્રિના સમયે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ગર્ભપણે ઉત્પન્ન થયા, અહીં માતાને આવેલાં ચૌદ સ્વપ્ન ;) અને તેના ફળ, પ્રશ્ન તથા વ્યંતર દેવોએ આણેલા નિધાનો વગેરેનું બધું વર્ણન શ્રી મહાવીરદેવના ચરિત્રમાં આવેલ છે તે રીતે જાણવું.
શ્રી નેમિનાથ પ્રભુ તે કાળ અને તે સમયે જે આ ચોમાસાનો પહેલો માસ અને બીજો પક્ષ એટલે શ્રાવણ શુક્લપક્ષ તેની પંચમીના દિવસે નવ માસ બરાબર પૂર્ણ થયે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે આરોગ્યવાળાં એવાં શિવા દેવીએ આરોગ્યવાન એવા પુત્રને જન્મ આપ્યો, અહીં જન્મ મહોત્સવ અને જન્માભિષેક મહાવીર પ્રભુનાં જીવનવૃત્તાંતમાં કહેલ છે તે રીતે બધું જાણવું.
જન્મમહોત્સવ સમુદ્રવિજય રાજાએ કર્યો અને અમારા કુમારનું નામ અરિષ્ટનેમિ થાઓ ત્યાં સુધી કે બધું જાણવું.
શ્રી નેમિપ્રભુ ગર્ભમાં હતા ત્યારે શિવા માતાએ ગર્ભમાં રિઝરત્નમય નેમિ એટલે ચક્રધારા દીઠી હતી તે ઉપરથી પિતાએ તે બાળકનું નામ અરિષ્ટનેમિ રાખ્યું. નામમાં અપમંગળ ટાળવા
માટે “અ” ઉમેરેલ છે. કોઈ વખતે યુવાન અવસ્થાને પામેલા શ્રી નેમિકુમારને શિવા દેવી માતાએ () કહ્યું કે, “હે પુત્ર! તું પરણીને અમારા મનોરથોને પૂર્ણ કર..
BEEEEEEE
ક્રિક)
Fિ
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org