________________
EGGGGGG
કલ્પસૂત્ર આ રીતે દેવ, મનુષ્ય અને તિર્યંચોએ કરેલા ઉપસર્ગોને નિર્ભયપણે સહન કરતા અને વ્યાખ્યાન
ઇરિયાદિ પાંચ સમિતિથી સમિત તથા ત્રણગુપ્તિઓથી ગુપ્ત એવા પાર્શ્વનાથ પ્રભુને વ્યાશી રાતદિવસ વ્યતીત થયા અને ચોર્યાશીમાં રાતદિવસનો પ્રથમ ભાગ હતો ત્યારે એટલે ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર કૃષ્ણ પક્ષના ચોથના દિવસે પહેલા બે પહોરના અવસરે
ધાતકી વૃક્ષની નીચે ચોવિહાર છઠ્ઠ તપ સહિત વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે સ શુક્લ ધ્યાનના પહેલા બે પદનું ધ્યાન કરતાં અવિનાશી અનુપમ એવા ઉત્તમ કેવળજ્ઞાન અને ૨ 5) કેવળદર્શન ઉત્પન્ન થયાં.
પછી સર્વ ભાવોને જાણતા અને જોતા એ શ્રી પાર્શ્વપ્રભુ જગતના જીવો ઉપર ઉપદેશથી છે ઉપકાર કરતા પૃથ્વીને પાવન કરતા વિચારવા લાગ્યા. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતને (5) આગણ-ગચ્છ અને આઠ ગણધરો હતા. તે ગણધરો શુભ, આર્યધોષ, વસિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, ફ (A) શ્રીધર, વરિભદ્ર અને યશસ્વી એ નામના હતા.
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અરિહંતને આર્યદિન વગેરે સોળહજાર સાધુઓની-ઉત્કૃષ્ટ શ્રમણ FD સંપદા હતી. પુષ્પચૂલા વગેરે આડત્રીસ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. સુવ્રત E દિ વગેરે એક લાખ અને ચોસઠ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રાવક સંપદા હતી અને સુનંદા વગેરે કે
ત્રણ લાખ સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી. તથા કેવળી નહીં પણ કેવળીની જેમ સર્વાષરસન્નિપાતી સાડાત્રણસો ચૌદપૂર્વધારી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી, વળી ચૌદસો અવધિજ્ઞાનીઓની, એક હજાર કેવળજ્ઞાનીઓની, અગિયારસો વૈક્રિયલબ્ધિવાળા
મુનિઓની, છસો મન:પર્યવજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા એક હજાર સાધુઓ સિદ્ધિપદને E પામેલા અને બે હજાર સાધ્વીજીઓ સિદ્ધિપદને પામી હતી. વળી આઠસો વિપુલમતિઓની, છસો રે વાદીઓની અને બારસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની સંપદા હતી.
4944141414141414141414141414
Jein Education international
For Personal Private Use Only
www.nelibrary.org