________________
કલ્પસૂત્ર
FEE
પાર્શ્વકુમાર પ્રભાવતી સહિત વનમાં કોઇ વખત ગયેલા ત્યાં એક સુંદર પ્રાસાદમાં તેમણે નેમનાથ પ્રભુનું, જાનનું અને પરણ્યા વિના રાજીમતીના ત્યાગનું તેમજ દીક્ષા ગ્રહણ કર્યાનું ચિત્ર જોયું. તેથી વૈરાગ્ય વિશેષ જાગૃત થયો તે સમયે લોકાંતિક દેવોએ પ્રભુ પાસે આવી પૂર્વે કહેલ પૂર્ણ વિશેષગુણોવાળી વાણીથી કહ્યું કે “હે ભગવાન ! તમો જયવંતા વર્તો, “હે સમૃદ્ધિમાન ! તમો જયવંતા વર્તો, ’’હે ક્લ્યાણ કરનારા ! તમો જયવંતા વર્તો. એમ કહી જય જય શબ્દ કર્યો અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને મનુષ્ય યોગ્ય ગૃહસ્થધર્મની પહેલાં પણ અનુપમ અને ઉપયોગ દેવાથી જાણી શકાય એવું અવધિજ્ઞાન હતું. તે જ્ઞાનનો ઉપયોગ દઇ પ્રભુએ પોતાની દીક્ષાનો અવસર જાણીને સાંવત્સરિક દાન આપ્યું. વગેરે પહેલાં કહેવાઇ ગયેલ શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં આવેલ વર્ણન પ્રમાણે દ્રવ્ય ગોત્રીઓને E) વહેંચી આપ્યું ત્યાં સુધી સમજવું.
પછી જે આ શિયાળાનો બીજો માસ અને ત્રીજું પખવાડિયું એટલે પોષ કૃષ્ણ પક્ષ તેની અગિયારસના દિવસે પહેલા પહોરે વિશાલા નામે શિબિકામાં બેસીને માનવ, દેવ તેમજ અસુરોનો સમૂહ માર્ગમાં જેમની આગળ ચાલી રહેલ છે, તેવા પ્રભુનો દીક્ષા નિષ્ક્રમણ મહોત્સવ, દીક્ષા પ્રયાણ વગેરે મહાવીરદેવના વૃત્તાંતની જેમ જાણવું પરંતુ વારાણસી નગરીની મધ્ય ભાગથી નીકળીને આશ્રમપદ નામે ઉદ્યાનમાં આવ્યા એમ સમજવું. ત્યાં અશોકવૃક્ષ નીચે પાલખીમાંથી ઊતરી પોતાની મેળેજ આભૂષણોને ઉતારીને પોતાના હાથે પંચમુષ્ટિ લોચ કરી જલપાન વિનાનું અમતપ કરી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે ઇન્દ્રે ખભા ઉપર રાખેલ એક દેવદૃષ્ય વસ્ત્ર લઇ ત્રણસો પુરુષોની સાથે દીક્ષા લઇ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાધુપણાને પામ્યા.
G
મંત્ર સંભળાવ્યો. પછી સર્પ શુભ ધ્યાનથી મરીને ધરણેન્દ્ર નામનો ભવનપતિ દેવોમાં નાગેન્દ્ર થયો. અગ્નિકુંડમાંથી સર્પ નીકળેલો જોઇને લોકો કમઠયોગીની નિંદા અને પાર્શ્વકુમારની પ્રશંસા કરતા તાપસને મૂકીને ચાલ્યા ગયા. માનભ્રષ્ટ થયેલ તાપસ ત્યાંથી ચાલ્યો ગયો અને હઠથી અજ્ઞાન તપ કરી મરીને ભવનપતિ દેવોમાં મેઘમાલી દેવ થયો.
Jain Education International
For Personal & Private Use Only
க்கு
தகு
વ્યાખ્યાન
૭
૨૨૯
www.jainslitary.c113