________________
કલ્પસૂત્ર
EEEEEEEE
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. ચંદનબાળા વગેરે છત્રીશ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી. શંખ અને શતક વગેરે શ્રાવકોની એક લાખ અને ઓગણસાઠ હજાર ઉત્કૃષ્ટ વ્રતને ધારણ કરનારા ઉત્કૃષ્ટ શ્રાવકોની સંપદા હતી. અને સુલસા તથા રેવતી વગેરે ત્રણ લાખ અને અઢાર
હજાર ઉત્કૃષ્ટ વ્રતધારી શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
Jain Education International
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને સર્વજ્ઞ નહીં છતાં સર્વજ્ઞ જેવા, સર્વાક્ષર સન્નિપાતી, જિનની જેમ સર્વ સત્ય પ્રગટ કરનારા ત્રણસો ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા આમúષધિ વગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલ એવા તેરસો અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેમજ ઉત્તમજ્ઞાન અને દર્શન પામેલા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા દેવ નહીં છતાં દેવની સમૃદ્ધિ વિકુર્વવાને સમર્થ એવા સાતસો વૈક્રિય લબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા સંશી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવોના મનમાં રહેલા ભાવોને જાણનારા એવા વિપુલમતિ-મનઃપર્યવજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ પાંચસો મુનિઓની સંપદા હતી. અને દેવ, મનુષ્ય તથા અસુરોની સભામાં વાદમાં પરાજય ન પામે એવા ચારસો વાદીઓની ઉત્કૃષ્ટ વાદી સંપદા હતી.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના સાતસો શિષ્ય મુનિઓ મોક્ષને પામ્યા હતા, એટલે
મૈં સિદ્ધ થયા હતા. યાવત્ તેમના સર્વ દુઃખો છેદાઇ ગયા હતા. તથા ચૌદસો શિષ્યા સાધ્વીઓ સિધ્ધ TM થયા હતાં. પ્રભુને ભવિષ્યમાં કલ્યાણ પામનારા, વર્તમાનમાં કલ્યાણને અનુભવનારા તથા આવતી મનુષ્યગતિમાંથી મોક્ષ પામનારા એવા આઠસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની બે પ્રકારની અંતકૃત ભૂમિ હતી. એટલે સંસારનો અંત કરી મોક્ષે જનારાઓની બે પ્રકારની ભૂમિ હતી. એક યુગાન્તકૃત ભૂમિ અને બીજી પર્યાયાંતકૃત
For Personal & Private Use Only
વ્યાખ્યાન
F
૨૨૧
www.jainsltarary.c1fg