________________
કલ્પસૂત્ર
Aવ્યાખ્યાન
64444444444444444444
પ્રભુના જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્ગનીમાં આવ્યો. તે દિવસથી આરંભીને તપસ્વી એવા સાધુ અને સાધ્વીઓનો પૂજા સત્કાર એટલે તેમને આવતાં જોઈ ઉભા થવું, સામે જવું, તથા વંદનાદિ કરવારૂપ પૂજા અને વસ્ત્રપાત્રાદિ વહોરાવવા બહુમાન કરવું વગેરે આદર સત્કાર વૃદ્ધિ પામતો અટકશે અર્થાત્ ઓછો થશે. એથી અંત સમયે ઈન્દ્ર પ્રણામ કરીને પ્રભુને કહ્યું કે, હે ભગવંત ! આપનું આયુષ્ય થોડું વધારો જેથી બે હજાર વર્ષની સ્થિતિવાળો કુર ભસ્મરાશિ ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં સંક્રમણ કરે છે તે આપના પ્રભાવથી નિસ્તેજ બન્યો છતો આપના શાસનને નુકસાન પહોંચાડનારો નહીં બની શકે. પ્રભુએ કહ્યું કે હે ઈન્દ્ર ! આયુષ્ય વધારવા માટે જિનેશ્વરી પણ શક્તિમાન નથી અને જૈન શાસનને જે નુકસાન થનારું છે તે થશે. પરંતુ જયારે તે બે હજાર વર્ષની સ્થિતિવાળો દુર સ્વભાવવાળો ભમ્મરાશિ ગ્રહ મારા જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્યુની નક્ષત્રથી
ઉતરી જશે ત્યારથી તપસ્વી એવા સાધુ સાધ્વીઓના દિવસે દિવસે વધારે ને વધારે પૂજા સત્ક ) થતા રહેશે. # જે રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા યાવતુ સર્વ દુ:ખથી મુક્ત થયા તે રાત્રિએ બચાવી ન શકાય 5) એવી કુંથુઆ નામની જીવરાશિ ઉત્પન્ન થઈ જે સૂક્ષ્મ હોવાથી ઉપાડી ન શકાય, તરત જોઇ ન
શકાય એવી હતી. હાલ્યા ચાલ્યા વગરની એક સ્થાને રહેલી એવી કુંથુઆની રાશિને છદ્મસ્થ એવા સાધુ-સાધ્વીઓ તરત જોઈ શકતા નહીં અને જે જ્યારે હાલતી ચાલતી હોય તેને ત્યારે છદ્મસ્થ એવા સાધુ-સાધ્વીઓ જોઈ શકતા હતા. હવે તે નહીં ઉપાડી શકાય એવી કુંથુઆની ઉત્પત્તિ જોઇને જીવોની રક્ષા માટે ઘણા એવા સાધુ-સાધ્વીઓએ આહાર પાણીનો ત્યાગ કરી અનશન લીધું. તેથી શિષ્ય ગુરૂને પૂછયું કે, હે ભગવંત ! તેમણે શા માટે અનશન લીધું ? ગુરૂએ કહ્યું કે પૃથ્વી જીવ સમૂહથી વ્યાપ્ત થવાથી આજથી માંડીને સંયમ આરાધવો ઘણો દુષ્કર થશે 5) તે માટે.
4444444444444444
w
elry
in Education international
For Personal Private Use Only