________________
કલ્પસૂત્ર
55444444444444444ழுகு
શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન
૭
તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકો વિશાખા નક્ષત્રમાં થયા છે. વિશાખા નક્ષત્રમાં સ્વર્ગથી અવ્યા અને માતાના ગર્ભમાં આવ્યા. વિશાખા નક્ષત્રમાં જન્મ્યા. વિશાખા નક્ષત્રમાં લોચ કરી ઘરથી નીકળી સાધુપણાને પામ્યા. વિશાખા નક્ષત્રમાં અનંત, ઉપમારહિત, વ્યાઘાતરહિત, આવરણરહિત, સંપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા, અને વિશાખા નક્ષત્રમાં જ પાર્શ્વનાથ પ્રભુ મોક્ષ પામ્યા.
Jain Education International
તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ જે આ ઉનાળાનો પહેલો માસ અને પહેલો પક્ષ એટલે ચૈત્ર કૃષ્ણ પક્ષ, એ ચૈત્ર કૃષ્ણ પક્ષની ચોથના દિવસે વીશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના દશમા દેવલોકથી આયુષ્ય ક્ષય થયે છતે ત્યાંથી ચ્યવીને આજ મૈં જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વારાણસી નગરીમાં, અશ્વસેન રાજાની વામારાણીના ઉદરમાં મધ્ય (F) રાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે દિવ્ય આહારનો દિવ્ય ભવનો અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ થયા છે તેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે.
co
જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદ રાજા રાજ્ય કરતો હતો, તે રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત હતો. તેની અનુરી નામે પત્ની હતી. એ પત્નીથી તેને કમઠ અને મરુભૂતિ નામે બે પુત્રો થયા. માતાપિતા મૃત્યુ પામ્યા પછી એ બે પુત્રોમાંથી રાજાએ કમઠને પુરોહિત પદવી આપી, તેથી ઉન્મત્ત બનેલ કમઠે પોતાના નાના ભાઇની પત્ની સાથે સેવવા માંડયો. તે વાતની નાના ભાઇ મરુભૂતિને ખબર પડવાથી તેણે રાજાને આ વાત કરી, તેથી રાજાએ શિક્ષા કરી કમઠને કાઢી મૂક્યો અને મરુભૂતિને પુરોહિત બનાવ્યો. પછી દુઃખી થયેલા કમઠે તાપસી દીક્ષા લીધી. બાર વર્ષ સુધી તપસ્યા કરી પછી પોતાના ગામે તાપસ તરીકે
દુરાચાર
For Personal & Private Use Only
WHE
વ્યાખ્યાન
૭
૨૨૪
www.jainalarmy.org