________________
કલ્પસત્ર ૨ આપે આવા અંત સમયે જ મને દૂર કર્યો. તે શું આપને શોભે છે? હે વિભુ ! અગ્નિભૂતિ આદિ વ્યસન
શિષ્યોને આપે અક્ષયપદ મોક્ષ આપ્યો અને મને કેવળજ્ઞાન પણ ન આપ્યું તે શું આપે યોગ્ય શું કર્યું? હે સ્વામિન્ ! આપને તો મારા જેવા હજાર શિષ્યો છે પરંતુ મારે તો આપ એક જ નાથજી
તો હે વીર. હવે આપનું પ્રિયદર્શન મને ક્યારે થાશે ? હે નાથ ! ભવઅટવીમાં મને રઝડતો Eી મુકી અનાથ બનાવી આપ ક્યાં ચાલ્યા ગયા ? હે નાથ ! મને આપનું હૃદય ઓળખતાં ન આવડવું ) તેથી આપ મને છેતરીને ચાલ્યા ગયા. તે વિશ્વનાથ ! મેઘકુમાર, ચંદનબાળા વગેરે અનેકોને તારી મને રખડતો મૂકી આપ મોક્ષે ચાલ્યા ગયા એ ઉચિત નથી કર્યું. હે ત્રિભુવનપતિ ! આપ વિના
હવે મિષ્ટ વાણીથી બોલાવી પ્રમાદ દૂર કરવા મને કોણ પ્રેરણા આપશે ? હે પરમાત્મા ! આપ jy વિના હવે શ્રી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને મોક્ષ માર્ગમાં સતત જાગૃત રહી છે H) આરાધના કરવાની કોણ પ્રેરણા આપશે ? હે ત્રિલોકનાથ ! આપના પર અત્યંત વિશ્વાસ રાખી ; છે આપને જ સમર્પિત થયેલ એવા મને આપે ઠગ્યો એ શું આપે સારું કર્યું? » હે વીર ! હે વીર! હે પ્રભુ! આપે આ શું કર્યું વગેરે કહેતા અને વીતરાગનું સ્વરૂપ કે વિચારતાં ગૌતમસ્વામીને સમજાયું કે અહો, એ પ્રભુ તો ખરેખરા વીતરાગ જ હતા, વીતરાગોને મારા તરફ કે કોઇના તરફ પણ રાગ હોય જ નહીં તેથી એ પ્રભુનો કોઇ દોષ જ નથી. દોષ
તો મારો જ છે કે, મેં સ્વયં શ્રતોપયોગ દીધો નહીં. આ એકપક્ષી સ્નેહને ધિક્કાર થાઓ. એ છે સ્નેહથી સર્યું હું એ સ્નેહનો ત્યાગ કરું છું. હું એકલોજ મારો કોઈ નથી હું પણ કોઈનો નથી
વગેરે વિચારતા ક્ષપકશ્રેણિએ ચડેલા શ્રી ગૌતમસ્વામીને સર્વભાવોને જણાવનારું નિર્મલ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મોક્ષ સાધક આત્માઓને સ્નેહ એ વજની સાંકળ સમાન છે. જ્યાં સુધી
શ્રી મહાવીર દેવ જીવતા હતા ત્યાં સુધી તેમના પર અત્યંત સ્નેહ ધરાવતા ગૌતમસ્વામીને ૨ કેવળજ્ઞાન થયું નહીં. પછી સવારમાં ઇન્દ્રાદિ દેવતાઓએ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ
કર્યો. અહીં કવિઓ કહે છે કે, ગૌતમસ્વામીને અભિમાન પણ બોધને માટે થયું. અને રાગ
தருருருருருருருருருருருருருருருருருகும்
FREE
૨૧૮
w
elbrary.org
Jain Education international
For Personal & Private Use Only