________________
કલ્પસૂત્ર)
વ્યાખ્યાન
A4444444444444444444
વીંછીની ઉત્પત્તિ દેખાય છે. વગેરે વીરપ્રભુનાં વચનો સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામી વિનીત ભાવે નમ્ર બનેલા પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સહિત સુધર્મા પંડિત પ્રભુ ચરણે નમી પડયા પછી પ્રભુ પાસેથી પરિવાર સહિત દીક્ષા લઇ પ્રભુના શિષ્ય થયા, એમણે પણ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ પંચમ ગણધર | ૫ ||
ત્યાર પછી મંડિત નામના પંડિત પોતાના સાડા ત્રણસો શિષ્યો સહિત પ્રભુ પાસે આવે છે તેને વીર પ્રભુ કહે છે કે, “હે મંડિત ! તું “સ એષ વિગુણો વિભુર્ન બધ્યતે સંસરતિવા મુચ્યતે મોચયતિવા” આ વેદ પદોનો એવો અર્થ કરે છે કે, સત્વાદિગુણ રહિત એવો આત્મા સર્વ વ્યાપક છે, તે પુણ્યપાપ કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કર્મથી મુક્ત થતો નથી તેમજ બીજાને મૂકાવતો પણ નથી. એ તારો કરેલ અર્થ બરાબર નથી. આવા અર્થથી તો તને એવી શંકા થઈ ગઈ છે કે, આત્માને કર્મથી બંધ અને કર્મથી મુક્તિ હશે કે નહિ ? સાંભળ, આ પદોનો અર્થ એવો છે કે છvસ્થાદિગુણ રહિત વીતરાગ કેવળજ્ઞાની કેવળદર્શની એવો જે આત્મા જ્ઞાનથી સર્વ વ્યાપક છે તેવો આત્મા એટલે મુક્તાત્મા, તે કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી. કર્મથી મુક્ત હોવાથી કર્મથી મુક્ત થતો નથી અને બીજાઓને મુકાવતો પણ નથી કારણ કે, મુક્તાત્માઓને બીજાઓને મુકાવવા માટે ફરી અવતરવાનું હોતું જ નથી. આ વેદપદો કર્મથી સદાને માટે મુક્ત થયેલા એવા મુક્તાત્માઓનું સ્વરૂપ બતાવે છે. પરંતુ છદ્મસ્થ અવસ્થાવાળો જીવ કર્મથી બંધાય છે, સંસારમાં પરિભ્રમણ પણ કરે છે. સમ્યગુ-જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરી કર્મથી મુક્ત પણ થાય છે. અને બીજાઓને એ સમ્યગુ-દર્શન-જ્ઞાન ચારિત્રમાં રમણતા કરાવી કર્મથી મૂકાવે પણ છે. વીર પ્રભુના આવા બોધથી સંશય નાશ પામતાં પ્રતિબોધ પામી વિનીત ભાવે પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત મંડિત પંડિત પ્રભુ ચરણે નમી પડી દીક્ષા લઇ પ્રભુના શિષ્ય થયા. અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ ષષ્ટ ગણધર || ૬ .
555555555555
છે
૨૧૧
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org