________________
કલ્પસૂત્ર
IGHGSEGGH44444444444
છે. એટલે તારી શંકા બરાબર નથી. કારણ કે, “ન હવૈ પ્રેત્ય નરકે નારકા : સત્તિ” એ વ્યાખ્યાન વેદપદોનો અર્થ પણ એ છે કે પરલોકમાં નરકને વિષે નારકીઓ નથી. એટલે પરલોકમાં
નારકીઓ શાશ્વત નથી. એટલે જેઓ ઉત્કૃષ્ટ પાપ કરે છે તે નારકી થાય છે. પરંતુ તેઓ ત્યાં Fશાશ્વતા રહેતા નથી. નરકનું આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી બીજી ગતિમાં જાય છે, પરંતુ નારકી જીવો » E મરીને બીજે જ ભવે નારકી થતા નથી. એટલે નારકી પછી તરતના પરલોકમાં તે નારકી થતા E
નથી, પણ બીજા ભવમાં જાય એથી તારે નારકીનો અભાવ સમજવો નહીં. આ પ્રમાણે વીર પ્રભુનાં વચનો સાંભળી સંશય નાશ પામવાથી પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત વિનીત ભાવે વીર પ્રભુના ચરણોમાં નમી પડીને પ્રતિબોધ પામેલા તે અકંપિત વિદ્વાને પ્રભુ પાસે દીક્ષા
લઈ પ્રભુના શિષ્ય થઇને પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. ઇતિ અષ્ટમ H) ગણધરઃ || ૮ || E) પછી અલભ્રાતા વિદ્વાન પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ :
તેને કહ્યું કે, “હે અલભ્રાતા ! “પુરુષ એવેદ સર્વયભૂત ય ભાવ્ય” આ વેદપદોથી તું છે એમ સમજે છે કે આ બધું પુરુષ (આત્મા) જ છે. એ આત્મા સિવાયનું પુણ્યપાપ વગેરે જુદું
કાંઇજ નથી. એ તારી સમજ બરાબર નથી કારણ કે “પુણ્યઃ પુણ્યન કર્મણા, પાપ: પાપન કર્મણા !” અર્થ- શુભ કર્મ વડે જીવ પુણ્યશાળી થાય છે અને અશુભ કર્મ વડે જીવ પાપી થાય છે. આ વેદપદોથી પુણ્ય પાપની સિદ્ધિ થાય છે. પ્રત્યક્ષ આ દેવો તને દેખાય છે તેઓ તથા જગતમાં રાજા, મહારાજાઓ, શ્રેષ્ઠિઓ વગેરે જે જે સુખી દેખાય છે તે બધા પૂર્વે કરેલાં પુણ્યથી જ તેવા થયેલા છે એ વાત પણ પુણ્યના અસ્તિત્વની સિદ્ધિ કરે છે. તથા જગતમાં ઘણા આત્માઓ ઘણી રીતથી દુ:ખી દેખાય છે. એ બધા પૂર્વે કરેલા પાપથીજ દુ:ખી થયેલા છે તેથી એ વાત પાપના અસ્તિત્વને સિધ્ધ કરે છે. એટલે તારે આ બધું વિચારીને પુણ્ય અને પાપના અસ્તિત્વ વિષે શંકા કરવી નહીં, પ્રભુનાં આવાં મીઠાં અમૃત વચનથી સંશય નાશ પામવાથી પ્રતિબોધ
૨૧૩
$$4444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org