________________
કલ્પસૂત્ર
વ્યાખ્યાન
)
54444444444444
)
પછી પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવેલા મૌર્યપુત્ર પંડિતને પ્રભુ કહે છે કે, “હે મૌર્યપુત્ર! “કો જાનાતિ માયોપમાનું ગીર્વાણાનું ઈન્દ્રયમવરુણ કુબેરાદીનું ” આ વેદપદોથી તું દેવોનું અસ્તિત્વ છે કે નહીં, એવી શંકાને ધારણ કરતો થઈ ગયો છે, કારણ
કે એ પદોનો અર્થ-ઇન્દ્ર, યમ, વરુણ અને કુબેર વગેરે માયા સ્વરૂપ દેવોને કોણ જાણે છે ? આ 5) અર્થથી તને એવું થઈ ગયું છે કે ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે દેવો માયારૂપ છે ખરેખર દેવો
નથી, પરંતુ “સ એષ યજ્ઞાયુધી યજમાનો અંજસાસ્વર્ગલોક ગરચ્છતિ” આ વેદપદોનો અર્થ - યજ્ઞરૂપ હથીયારવાળો તે આ યજમાન વેગથી સ્વર્ગલોકમાં જાય છે, એવો છે. તેથી આ વેદપદો દેવોનું અસ્તિત્વ સૂચવનારાં છે. તેમ પ્રત્યક્ષ રીતે તું આ સમવસરણમાં આવીને બેઠેલા દેવોને દેખે છે. તેથી દેવોના અસ્તિત્વ વિષે શંકા રાખ નહીં. વેદપદોમાં જે માયા સમાન દેવોને જણાવવામાં આવ્યા છે તે દેવો નિત્ય દેવ તરીકે રહેનારા નથી, એ દેવ થયેલાઓને પણ ત્યાંથી અવીને બીજી ગતિમાં જવું પડે છે. બીજા જીવો સારા કાર્ય કરીને દેવો થાય છે. તેથી એ વેદપદો દેવોની પણ અનિત્યતાને સૂચવનારાં છે. પ્રભુનાં આવા વચન સાંભળી સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામેલા મૌર્યપુત્ર સાડા ત્રણસો શિષ્યો સાથે વિનીત ભાવે પ્રભુચરણમાં નમી પડયા અને પ્રભુ પાસે દીક્ષા લઈ પ્રભુના શિષ્ય થયા અને પ્રભુ પાસેથી ત્રિપદી પામી એણે દ્વાદશાંગીની રચના કરી. ઇતિ સપ્તમ ગણધર : | ૭ ||
પછી અકંપિત પંડિત પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યા. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “હે અકંપિત !” ન હવૈ પ્રેત્યનરકે નારકા : સન્તિ” આ વેદ વાક્યનો તું એવો અર્થ કરે છે કે કોઇપણ જીવ મરીને પરભવમાં નારકી થતો નથી કારણ કે પરલોકમાં નરકને વિષે નારકી જીવો નથી. આથી તને નરકના અસ્તિત્વ વિષે શંકા થઈ છે. પરંતુ, તું વિચાર કર કે. “નારકો વૈ એષ જાયતે ય: શુદ્રાન્નમનાતિ” આ વેદ વાક્યનો અર્થ શો છે? કે જે બ્રાહ્મણ શદ્ર જાતિના માણસનું અન્ન ખાય છે તે નારકી થાય છે. એ વેદપદો નરકના અસ્તિત્વને સૂચવનાર
44444444444444
For Personal Private Lise O
Jein Education international
www.nelorary.org
y