________________
REFERRE
કલ્પસૂત્ર ( પામેલ અચલભ્રાતા પોતાના ત્રણસો શિષ્યો સહિત વિનીત ભાવે પ્રભુ ચરણોમાં નમી પડી પ્રભુ વ્યાખ્યાન પાસે દીક્ષા લઇ પ્રભુનો શિષ્ય થયો. પછી પ્રભુ પાસેથી ત્રિપદી પામી એણે પણ દ્વાદશાંગીની રચના કરી. ઇતિ નવમ ગણધરઃ | ૯ ||
குழுழுழுழுகு
Jain Education international
தழுகு
પછી પોતાના ત્રણસો શિષ્યો સાથે મેતાર્ય પંડિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે, “હે મેતાર્ય ! “વિજ્ઞાનધન એવૈતેભ્યો ભૂતેભ્યો” એ વેદપદથી તને પરલોક વિષે શંકા થઈ છે. તે બરાબર નથી એમ કહીને પ્રભુએ એ પદોનું વિસ્તારથી વિવેચન કરી સંભળાવ્યું, અને કહ્યું કે, “નાકો વૈ એષ જાયતે યઃ શુક્રાન્તમશ્નાતિ' તથા ‘“સએષ યજ્ઞાયુધી યજમાનોંડ જસા (F) સ્વર્ગલોકંગચ્છતિ’’ આ વેદ પદોનો વિચાર કર. આ વેદપદો જ પરલોકની સિદ્ધિ કરી બતાવે છે કારણ કે, એ વેદપદોમાં એમ કહેલ છે કે જે બ્રાહ્મણ શુદ્રના અન્નને ખાય છે તે નારકી થાય છે, તથા તે આ યજ્ઞ રૂપી આયુધવાળો યજમાન શીવ્રતાથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી આ પદોનો વિચાર કરીને પરલોકના અસ્તિત્વનો સ્વીકાર કર. પ્રભુના આ મીઠાં વચનોને સાંભળીને સંશય નાશ પામવાથી પ્રતિબોધ પામી પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત વિનીત ભાવે પ્રભુ ચરણોમાં નમી પડી પ્રભુ પાસે દીક્ષા લઇ મેતાર્ય પંડિત પ્રભુના શિષ્ય થયા. પછી પ્રભુ પાસેથી
ત્રિપદી પામી તેણે દ્વાદશાંગીની રચના કરી. ઇતિ દશમ ગણધર II ૧૦ ॥
પછી પોતાના ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત પ્રભાસ પંડિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે, ‘હે પ્રભાસ ! “જરામયદગ્નિ હોત્રં’” એ વેદ વાક્યથી તને મોક્ષનો અભાવ જણાય છે. જે અગ્નિહોત્ર છે તે જરામર્ય છે એટલે યાવજજીવિત અગ્નિહોત્ર કરવું જોઇએ. એટલે જે માણસ જીંદગીના અંત સુધી અગ્નિહોત્ર કર્યા કરે તેને મોક્ષ ફળ આપનાર ક્રિયાનો અવસર જ રહેતો નથી. અગ્નિહોત્ર ક્રિયામાં કેટલાક જીવોનો વધ થાય છે અને કેટલાક ઉપર અમુક જાતનો ઉપકાર પણ થાય છે તેથી સ્વર્ગ હોઇ શકે પણ મોક્ષ હોઇ શકે નહીં. એવી તારી સમજ છે તે બરાબર નથી. કારણ કે, “å બ્રહ્મણીવેદિતવ્યે પરમપરંચ તત્રપ સત્યજ્ઞાનં અનંતરંબ્રહ્મતિ’ આ વેદપદો ( ૨૧૪
For Personal & Private Use Only
www.jainerary 01111