________________
કલ્પસૂત્ર
Y
$$$$$$
Jain Education International
શ્યામ મુખવાળો થયેલો અધમ એવો સંગમદેવ દેવલોકમાં આવતો જોવાયો ત્યારે ઇન્દ્રે અવળું મુખ કરીને દેવોને કહ્યું કે ‘અરે દેવો ! આ કર્મચંડાળ પાપી અધમ સંગમ આવે છે એનું મુખ જોવું એ પણ મહાપાપકારી છે. એણે આપણા સ્વામી ત્રિલોકનાથને બહુજ દુ:ખ આપીને સંતાપ્યા છે તેથી એણે આપણો મોટો અપરાધ કરેલ છે. પાપી આપણાથી જેમ ભય પામ્યો નથી તેમ પાપથી પણ ભય પામ્યો નથી. એ દુષ્ટને જલદી સ્વર્ગમાંથી કાઢી મૂકો. ઇન્દ્રની આજ્ઞા થવાથી દેવોએ તે દુષ્ટ સંગમને ધક્કા મુક્કા લાકડી વગેરેથી મારીને દેવલોકમાંથી કાઢી મૂક્યો, તિરસ્કાર અને મારથી અપમાનિત થયેલો એવો તે સંગમદેવ નિસ્તેજ અને ઠરી ગયેલા અંગારા જેવો બની ત્યાંથી તે મેરુપર્વતની ચૂલિકામાં જઇને રહ્યો. ત્યાં તે પોતાનું બાકી રહેલ એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરશે. તે સંગમની અગ્રમહિષીઓ પણ ઇન્દ્રને આજીજી કરી રજા મેળવી પોતાના પતિ સંગમદેવ પાસે મેરુપર્વતની ચૂલિકામાં ગઇ.
પ્રભુ ત્યાંથી આલંભિકા નગરી આવ્યા. ત્યાં હરિકાંત નામનો ભવનપતિનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો, પ્રભુ ત્યાંથી શ્વેતાંબિકા નગરીમાં આવ્યા ત્યાં હરિસ્સહ નામે ભવનપતિનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો. પ્રભુ ત્યાંથી શ્રાવસ્તી નગરીએ આવ્યા ત્યાં કાર્તિકસ્વામીની મૂર્તિમાં અવતરીને ઇન્દ્ર પ્રભુને વંદન કરેલ તેથી ત્યાં પ્રભુનો મોટો મહિમા પ્રવર્તો. પ્રભુ ત્યાંથી કૌશાંબી નગરીએ આવ્યા ત્યાં સૂર્ય અને ચંદ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાંથી પ્રભુ વારાણસીએ આવ્યા ત્યાં સૌધર્મેન્દ્રે આવીને પ્રભુને વંદન કર્યું. પ્રભુ રાજગૃહી નગરી આવ્યા ત્યાં ઇશાનેન્દ્રે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલામાં આવ્યા ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્રનાગરાજાએ આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુએ વૈશાલી નગરીએ આવીને અગિયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂત નામના ભવનપતિના દેવે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ સુસુમાર પુરે આવ્યા, એ સમયે ચમરેન્દ્રનો ઉત્પાત થયો. પ્રભુનું શરણું લેવાથી સૌધર્મેન્દ્ર ચમરેન્દ્રને છોડી દીધો. ક્ર ત્યાં પ્રભુને સૌધર્મેન્દ્રે અને ચમરેન્દ્રે વંદન કર્યું.
For Personal & Private Use Only
વ્યાખ્યાન
m
૧૯૧
www.jainalarary.cfg