________________
કલ્પસૂત્ર
આ અવસરે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને વંદન કરવા માટે આકાશમાંથી દેવોનો સમૂહ આવવા લાગ્યો. તે જોઇને યજ્ઞ કરવા આવેલા બ્રાહ્મણ પંડિતો પરસ્પર કહેવા લાગ્યા કે ‘અહો ! યજ્ઞનો મહિમા કેટલો બધો મહાન છે ! એમાં સાક્ષાત દેવો આવી રહ્યા છે, દેવો યજ્ઞ મંડપ ત્યજીને સમવસરણ તરફ જવા માંડયા ત્યારે બ્રાહ્મણોનો આનંદ ઉડી ગયો. એ દેવો, સર્વજ્ઞને વંદન કરવા જાય છે એવું જનતા દ્વારા જાણવા મળ્યું, ત્યારે ઇન્દ્રભૂતિ ક્રોધથી ધમધમીને બકવા લાગ્યા. આ જગતમાં હું જ સર્વજ્ઞ છું. બીજો સર્વજ્ઞ હોય જ નહીં, બીજો સર્વજ્ઞ છે આવું વચન કાનને પીડા ઉત્પન્ન કરે છે. મૂર્ખાઓને તો કોઇ બનાવી જાય પરંતુ આણે તો દેવોને પોતાના તરફ લોભાવ્યા છે. તેથી એ કોઇ મહાધૂર્ત લાગે છે. નહીં તો યજ્ઞ મંડપને અને સર્વજ્ઞ એવા મને ૐ છોડીને આ દેવો ત્યાં કેમ ચાલ્યા જાય ? આ તો તીર્થ જલને મૂકીને જેમ કાગડાઓ, સરોવરને ૐ મૂકી જેમ દેડકાઓ, ચંદનરસને મૂકીને જેમ માખીઓ, સારા વૃક્ષને મૂકીને જેમ ઊંટો, ખીરને મૂકીને જેમ ભૂંડો, બીજે ચાલ્યા જાય તેમ યજ્ઞને મૂકીને આ દેવો બીજે ચાલ્યા જાય છે. એથી સમજાય છે કે જેવો એ સર્વજ્ઞ હશે તેવા એ દેવો હશે, મારાથી એના સર્વજ્ઞના અભિમાનને સહન કરી શકાય તેમ નથી. એક મ્યાનમાં બે તલવાર હોય નહીં, એક ગુફામાં બે કેસરીસિંહ પણ રહી શકે નહીં, આકાશમાં બે સૂર્ય પણ પાસે રહી શકે નહીં તેમ હું અને એ એમ બે સર્વજ્ઞો અહીં
655555
પંડિતોના શિષ્યોનો પરિવાર ચાર હજાર ચારસોનો હતો. આ ઉપરાંત બીજા પણ ઉપાધ્યાય, શંકર, વિષ્ણુ, ઇશ્વર, શિવજી, જાની-ગંગાધર, મહીધર, ભૂધર, લક્ષ્મીધર, પંડયા-વિષ્ણુ, મુકુંદ, ગોવિંદ, પુરૂષોત્તમ, નારાયણ, વે-શ્રીપતિ, ઉમાપતિ, વિદ્યાપતિ, ગણપતિ, જયદેવ, વ્યાસમહાદેવ, શિવદેવ, મૂલદેવ, સુખદેવ, ગંગાપતિ, ગૌરિપતિ, ત્રિવાડી, શ્રીકંઠ, નીલકંઠ, હરિહર, રામજી-બાલકૃષ્ણ, યદુરામ, રામ, રામાચાર્ય, રાઉલ-મધૂસુદન, નરસિંહ, કમલાકર, સોમેશ્વર, હરિશંકર, ત્રિકમ, જોશી-પૂનો, રામજી, શિવરામ, દેવરામ, ગોવિંદરામ, રઘુરામ, ઉદિરામ, વગેરે ઘણા પંડિતો આ યજ્ઞ પ્રસંગમાં આવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
IFE
தகு
વ્યાખ્યાન Ε
૨૦૧
www.jainslturary/cfg