________________
કલ્પસૂત્ર
FREE
Jain Education International
રહી શકીએ નહીં. ઇન્દ્રભૂતિ આ રીતે વિચાર કરતો હતો ત્યારે પ્રભુને વંદન કરીને પાછા ફરતા માણસો ત્યાંથી પસાર થયા તેમને હાંસીથી ઇન્દ્રભૂતિએ પૂછયું કે તમોએ તે સર્વજ્ઞને જોયો ? તે કેવા સ્વરૂપવાળો અને કેવો છે ? લોકોએ કહ્યું કે એમનું વર્ણન કરવા માટે અમે શક્તિમાન નથી પરંતુ તમે પોતાને સર્વજ્ઞ કહેવડાવો છો એટલે આ બાબત અમને કેમ પૂછો છો ? સર્વજ્ઞ તો સ્વયં જાણી શકે, જો તમને ખબર નથી તો સર્વજ્ઞનો ખોટો આડંબર કરીને જગતને શા માટે ઠગો છો ? ( અમે જે સર્વજ્ઞ પાસે જઇ વંદનાદિ કરી આવ્યા તે સર્વજ્ઞના ગુણોને ગણવા માટે સમર્થ નથી તેમ આ જગતમાં કોઇપણ સમર્થ નથી. લોકમુખથી આવું સાંભળીને ઇન્દ્રભૂતિને થયું કે પોતાને સર્વજ્ઞ મનાવનારો આ કોઇ મહાન ધૂર્ત છે, પ્રપંચનું ઘર છે. જો એમ ન હોય તો આ બધા લોકો એના ગુણ ગાતા કેમ થઇ જાય ? હું એક ક્ષણ પણ એ સર્વજ્ઞને સહન નહીં કરૂં, અંધકારને ભગાડવા માટે શું સૂર્ય પોતાનું પરાક્રમ નથી બતાવતો ? શું અગ્નિ હસ્તસ્પર્શને, સિંહ કેશવાળીને પકડવાને અને ક્ષત્રિય શત્રુના તિરસ્કારને સહન કરે ખરો ? જેણે વિદ્વાનોની સભામાં ભલભલા વિદ્વાનોને બોલતા બંધ કરી દીધા છે એવા મારી આગળ પોતાના ઘરમાંજ બહાદુરી બતાવનાર આ કોણ માત્ર છે. જે અગ્નિએ મોટા મોટા પર્વતોને બાળી નાંખ્યા છે તેને એક લાકડાના ટુકડાને બાળતાં શી વાર લાગે ? જે પવન મોટા મોટા હાથીઓને પણ ઉડાડી દે, તેને એક રૂની પુણીને ઉડાડતાં શી વાર લાગે ? ગૌડદેશના પંડિતો મારા ભયથી દૂર દેશમાં ચાલ્યા ગયા. ગૂજરવિદ્વાનો તો મારાથી ભયભીત થયા છતાં ત્રાસ પામી ગયા, માલવદેશના પંડિતોનાં તો મારા ભયથી મોત થઇ ગયાં, તૈલંગી પંડિતોના મુખો મારા ભયથી તલ સમાન કાળાં થઇ ગયાં, લાટ દેશના વિદ્વાનો મારા ભયથી કયાં લોપાઈ ગયા તેનાં ખબર પણ મળેલ નથી, નિપુણ એવા દ્રાવિડ વિદ્વાનો તો મારા ભયથી શરમાઇને નીચું મોઢું રાખી ફરે છે. આજે જગતમાં મારી સાથે વાદ ક૨વા ઉભો રહે એવો કોઇ નથી રહ્યો. એથી વાદીઓનો મોટો દુષ્કાળ પડેલ છે. એમ લાગે છે ત્યારે મારી આગળ પોતાને સર્વજ્ઞ કહેવડાવનાર એ પામર પ્રાણી કેટલી વાર ટકી શકશે ? એવી રીતે વિચારતા અને વાદીને જીતવા માટે તૈયાર થતા એવા ઇન્દ્રભૂતિને તેના નાનાભાઇ અગ્નિભૂતિએ ( ૨૦૨
For Personal & Private Use Only
વ્યાખ્યાન
www.jainsltarary.c1fg