________________
કલ્પસૂત્ર
குழுழுழுழு
બેઠા, ગોવાળીઓ, પણ આખી રાત બળદોને શોધતો થાકીને પાછો ત્યાંજ આવ્યો તો ત્યાંજ બળદોને બેઠેલા જોયા. તેથી ક્રોધિત થઇ ગોવાળીઓ આ માણસને ખબર હતી છતાં મને આખી રાત જંગલમાં ભટકતો કર્યો એમ બબડતો બળદોની રાસથીજ પ્રભુજીને મારવા દોડયો. અધિજ્ઞાનના ઉપયોગથી આ વાત જાણીને ત્યાં આવી ઇન્દ્રે ગોવાળીઆને શિક્ષા કરીને પ્રભુને કહ્યું હે પ્રભુ ! આપને બાર વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થવાના છે. તેથી આપની સેવા માટે ત્યાં ૐ સુધી હું સાથે રહું, પ્રભુએ એને અનુમતિ આપી નહીં. તેથી ઇન્દ્ર મરણાંત કષ્ટ ટાળવા માટે પ્રભુની માસીનો પુત્ર સિધ્ધાર્થ જે વ્યંતર થયેલ હતો તેને આદેશ આપી પોતે સ્વર્ગમાં ગયા.”
G
Jain Education International
સવારમાં પ્રભુ ત્યાંથી કોલ્લાક સંનિવેશમાં ગયા, ત્યાં બહુલ બ્રાહ્મણને ઘરે મારે પાત્ર સહિત ધર્મ પ્રરુપવો એમ વિચારીને ગૃહસ્થના પાત્રમાં ૫૨માન્ન (ખીર) ને વહોરી પ્રથમ પારણું કર્યું. આ સમયે ત્યાં દુંદુભિનાદ, વસ્ત્રવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, સુગંધી જલવૃષ્ટિ, સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ, અને દેવોએ કરેલ ‘‘અહોદાનં અહોદાનં’ ની ઉદ્ઘોષણા એમ પાંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી વિચરતા પ્રભુ મોરાક સંનિવેશમાં દુઇત તાપસના આશ્રમમાં આવ્યા. ત્યાં સિધ્ધાર્થ રાજાનો મિત્ર એવો તે કુલપતિ પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુએ પૂર્વના અભ્યાસથી તે કુલપતિને મળવા બે હાથ લાંબા કર્યા. પછી તે રાત રહીને પ્રભુ વિહાર કરતા હતા ત્યારે ત્યાં ચાતુર્માસ કરવા આવવા માટે તે કુલપતિએ આગ્રહ કરેલ. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. પછી વિચરતા, વિચરતા ચાતુર્માસ કરવા એ કુલપતિના આશ્રમે આવીને રહ્યા. આ વખતે બીજાં સ્થાનોમાં ઘાસ ન મળવાથી તથા બીજા તાપસોએ પોતાની ઝૂંપડીઓથી દૂર હાંકી દેવાથી ગાયો નિઃશંકપણે પ્રભુ જે ઝુંપડીમાં હતા તે ઝુંપડીમાંથી ઘાસ ખાવા લાગી. આ જોઇ ઝુંપડીના માલિક (રખેવાળે) આ વાત કુલપતિને કહેવાથી તેણે પ્રભુને કહ્યું કે, હે વર્ધમાન ! પક્ષીઓ પણ પોતાના આશ્રયસ્થાનનું રક્ષણ કરે છે અને તું રાજકુમાર થઇને પણ તારા પોતાના આશ્રયસ્થાનને રક્ષણ કરવાની શું શક્તિ નથી ધરાવતો ? આ સાંભળી પ્રભુએ વિચાર્યું કે અહીં હું વધારે રહીશ તો આ તાપસોની
For Personal & Private Use Only
વ્યાખ્યાન
us
() ૧૭૨
www.jainsltarary.c1fg