________________
કલ્પસૂત્ર
શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૬
4944
pવ્યાખ્યાન
4914
51644944
પછી ચાર જ્ઞાનવાળા પ્રભુ મહાવીરે તરત ત્યાંથી વિહાર કર્યો. જનસમુદાય પ્રભુ નજરે ચડ્યા ) સુધી જોઈ રહ્યો અને બોલવા લાગ્યો કે, “હે વીર ! તમારા વિના અમને બધું શૂન્ય અરણ્ય
લાગશે. હવે અમને તમારા સહવાસ વિના કેમ આનંદ થશે ? “હે વીર ! અમારાં નેત્રોને અમતાંજન જેવું આપનું પ્રિયદર્શન હવે અમને ક્યારે થાશે ? “હે વીર ! આપ તો રાગદ્વેષ રહિત ૨ છો છતાં, અમને ક્યારેક, યાદ કરી દર્શન આપવા વહેલા વહેલા પધારતા રહેજો. એવું બોલતો શું જી) જનસમુદાય વિરહ દુ:ખ ધરતો પોતપોતાને સ્થાને ગયો. જી) ઇન્દ્રાદિદેવોએ દીક્ષા પ્રસંગમાં ગોશીષચંદન વગેરે સુગંધવાળી વસ્તુઓથી પ્રભુને પૂજ્યા હતા, જી)
તેની સુગંધ પ્રભુના શરીર ઉપર ચાર માસથી પણ અધિક સમય સુધી રહી હતી. એ દિવ્ય F) સુગંધથી આકર્ષિત થઈને દૂર દૂરથી પણ ખેંચાઈ આવતા એવા ભમરાઓ પ્રભુને ડંખ દેતા થઈ કે
ગયા. યુવાનો આવી સુગંધ જાણીને પ્રભુ પાસેથી સુગંધી પદાર્થોની માંગણી કરવા લાગ્યા. પરંતુ કે મૌન ધારીને રહેલા પ્રભુ કંઈ પણ ઉત્તર આપતા નહિ તેથી ગુસ્સે થયેલ યુવાનો પ્રભુને ઉપસર્ગો રે કરી દુઃખ દેવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ પ્રભુનું અલૌકિક રૂપ, સૌભાગ્ય અને શરીરમાંથી મહેકતી . સુગંધને જોઇને ભોગની પ્રાર્થનાદિ કરવારૂપ અનુકુળ ઉપસર્ગો કરી રહી હતી. પ્રભુ તો મેરુ પર્વત જેવા અચલ રહી સમભાવે બધુંજ સહન કરતા વિચરતા રહી બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમારગામ પાસે આવી રાતે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. એ સ્થાને કોઇ ગોવાળીઓ આખો દિવસ હળ ખેડીને બળદોને મૂકી, ગાયો દોહવા ચાલ્યો ગયો. બળદો ત્યાંથી ચરતા ચરતા વનમાં દૂર છે ચાલ્યા ગયા. ગાયો દોહીને આવેલા ગોવાળીઆએ પ્રભુને પૂછયું કે હે આર્ય ! મારા બળદો ક્યાં
ગયા? પ્રભુએ મૌન પાળ્યું, એટલે ગોવાળીઆએ વિચાર્યું કે આને ખબર નથી. પછી તે બળદોને જી (શોધવા જંગલમાં ચાલ્યો ગયો, બળદો ચરતા ચરતા પાછલી રાતે પ્રભુ જ્યાં હતા ત્યાંજ આવીને
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org