________________
કલ્પસૂત્ર
முழுகு
FEBR
Jain Education International
પ્રદેશી રાજાએ પ્રભુનો ઘણો મહિમા કર્યો, ત્યાંથી સુરભિપુર જતાં પ્રભુને રથથી આવેલા નૈયકગોત્રના પાંચ રાજાઓએ વંદન કર્યું. પછી સુરભિપુર પહોંચતાં પહેલાં પ્રભુએ ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેસવા પગ મૂક્યો. તે સમયે ઘુવડનો શબ્દ
સાંભળીને ક્ષેમિલ નામના નિમિત્તિઆએ કહ્યું કે, આજે આપણને મરણાન્તકષ્ટ આવવાનું છે. પરંતુ આ મહાપુરુષના પ્રભાવથી તે નાશ પામશે. પછી તે નાવ જ્યારે નદીની મધ્યમાં આવી ત્યારે એવું બન્યું કે પ્રભુએ ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં મારેલ સિંહનો જીવ નાગકુમાર ભવનપતિમા સુદંષ્ટ્ર નામનો દેવ થયો હતો, તેણે પ્રભુને નાવમાં જોઇને પોતાના પૂર્વ ભવનું વેર લેવા નાવને ડુબાડવા માંડી. પરંતુ કંબલ અને સંબલ નામના નાગકુમારના દેવોએ તે જાણીને સુદંષ્ટ્ર દેવને ધમકાવીને ભગાડી દઇ નાવને બચાવી લીધી. આ કંબલ અને સંબલનો વૃતાંત આ પ્રમાણે છે.
વ્યાખ્યાન
મથુરામાં જિનદાસ નામનો શેઠ હતો. સાધુદાસી નામે તેની પત્ની હતી. એ બન્ને શ્રાવક ધર્મને ચુસ્ત રીતે પાળનારા હતાં. તેમણે પાંચમા વ્રતમાં સર્વથા ચોપગા પશુઓનો પરિગ્રહ રાખવાનો નિષેધ કરેલ હતો. એક ભરવાડણ પાસેથી તેઓ દૂધ-ઘી વગેરે લેતાં હતાં તેથી તે ભરવાડણ સાથે સાધુદાસીનો ઘણો લાગણીભર્યો સંબંધ થઇ ગયેલ. એ ભરવાડણને લગ્નપ્રસંગ આવ્યો તેમાં આવવા એ શેઠ શેઠાણીને આમંત્રણ આપ્યું. પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કર્યો અને કહ્યું કે તમને કાંઇ ચીજવસ્તુઓ જોઇએ તો ખુશીથી લઇ જાશો. તેથી તે ભરવાડણ
ત્યાં
લગ્ન પ્રસંગ માટે એ શેઠના ધરેથી વસ્ત્ર આભૂષણ ચંદ્રવા વગેરે વસ્તુઓ લાવી. એ વસ્તુઓથી એનો લગ્નપ્રસંગ ખૂબ જ દીપી ઉઠ્યો. એટલે ખુશ થયેલ ભરવાડ ભરવાડણે શેઠ શેઠાણીએ ના કહ્યા છતાં સમાનવયના નાના અત્યંત સુંદર આકૃતિવાળા બળવાન એવા બે બાલબળદોને શેઠને ઘેર બાંધી દીધા. પછી શેઠે વિચાર્યું કે આ બળદોને હવે પાછા મોકલશું તો એ બળદો ત્યાં ભારત ઉપાડવા વગેરેથી કષ્ટ ભોગવશે, તેથી પાછા ન મોકલતાં તે બળદોનું પ્રાસુક એવા ધાસપાણી વગેરેથી પોષણ કરવા લાગ્યા. આઠમ, પાખીના શેઠ શેઠાણી પૌષધ લઇ ધાર્મિક પુસ્તક વાંચતાં
( ૧૮૦
For Personal & Private Use Only
www.jainalarary.cfg