________________
કલ્પસૂત્ર છે પછી પ્રભુ ભદ્રિકા નગરીમાં આવ્યા. ત્યાં ચોમાસી તપ કરી પાંચમું ચાતુર્માસ કર્યું. અને તપનું વ્યાખ્યાન
(5) પારણું નગરીની બહાર કરી ત્યાંથી પ્રભુ તંબાલ ગામે આવ્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય ) (F) નંદિષેણસૂરિ નામના વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સાથે કાયોત્સર્ગ રહ્યા હતા. તેમને ચોર HD કે ધારી કોટવાળના પુત્રે ભાલો માર્યો, ભાલાની પ્રાણઘાતક વેદનાને સહન કરતા આચાર્યશ્રીને કિ
અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તરત સ્વર્ગે ગયા. તેમના શિષ્યોનો મુનિચંદ્રસૂરિના શિષ્યોની જેમ ગોશાળાએ ઉપહાસ કર્યો, ત્યાંથી પ્રભુ કપિક નામના સંન્નિવેશમાં આવ્યા. ત્યાં મૌનધારી કાયોત્સર્ગ ધ્યાને રહેલા પ્રભુને કોટવાલોએ ચોર ધારીને ગોશાળા સહિત પકડ્યા. પરંતુ પ્રથમ પાર્શ્વનાથ પ્રભુની અંતેવાસિનીઓ અને પછીથી પરિવ્રાજિકા બનેલી એવી વિજયા અને પ્રગભાએ તેમને છોડાવ્યા. પછી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા ત્યારે ગોશાળો પ્રભુથી છૂટો થઈ અલગ માર્ગે ચાલ્યો. ત્યાં તેને માર્ગમાં પાંચસો ચોરો મળ્યા. તે ચોરો મામો મામો કહીને ગોશાળાના ખભા ઉપર ચડી બેસવા લાગ્યા. તેથી ગોશાળો થાકીને લોથપોથ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પ્રભુ સાથે રહેવું જ ઠીક છે. એમ વિચારી પ્રભુ જે રસ્તે ગયા હતા તે રસ્તે છે પ્રભુની શોધ કરતો ચાલ્યો. પ્રભુ તો વૈશાલી નગરીએ પહોંચીને લુહારની ખાલી પડેલી જગ્યામાં તેની આજ્ઞા લઇને પડિમા ધારીને રહ્યા. એ શાળાનો સ્વામી છ માસની માંદગીમાંથી ઉઠીને તે જ દિવસે લોટું ટીપવાનો ઘણ લઈને ત્યાં આવ્યો. પ્રભુને જોઇને અપશુકન માની પ્રભુને તે જ ઘણથી મારવા દોડ્યો. આ વાત અવધિજ્ઞાનથી ઇન્દ્ર જાણી તેથી ત્યાં આવી તે લુહારને આકરી શિક્ષા કરી. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગ્રામક સંન્નિવેશમાં આવ્યા ત્યાં ઉદ્યાનમાં બિભેલક યક્ષે મહિમા કર્યો, પ્રભુ ત્યાંથી શાલિશીર્ષ ગામે આવ્યા. ત્યાં અત્યંત શીત પડતી હતી. તેવા સમયે
પ્રભુ કાયોત્સર્ગ રહ્યા. ત્યારે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં અપમાનિત થયેલ વિજયવતી નામની H) રાણી મરીને કેટલાક ભવ ભમીને કટપૂતના નામે વ્યંતરી થઈ હતી. તેણે તાપસીનું રૂપ ધારણ ક દિ કરી પોતાની જટામાંથી હિમ જેવું ઠંડુ પાણી પ્રભુ ઉપર છાંટવા માંડ્યું. કડકડતી માધ માસની કે
૨ ૧૮૫
444444444444
4444444444444444
Jan Education intentional
For Personal & Private Use Only