________________
કલ્પસૂત્ર
FREFRIGE
Jain Education International
Ε
ભક્ષણ કરીને પ્રભુ પાસે આવ્યો, સિધ્ધાર્થે સત્ય વૃત્તાંત કહી સંભળાવ્યો. ગોશાળાએ તે વાત માની વ્યાખ્યાન નહીં એટલે વમન કરાવીને નિશ્ચય કરાવી આપ્યો તેથી ગોશાળાને થયું કે જે થવાનું હોય તે થાય જ છે. પછી પ્રભુ હરિદ્ર સંન્નિવેશની બહાર હરિદ્ર વૃક્ષની નીચે પડિમા ધારીને રહ્યા. ત્યારે ત્યાં રાત્રિએ રહેલા મુસાફરોએ ઠંડી દૂર કરવા સળગાવેલા અગ્નિથી પ્રભુના બન્ને ચરણો દાઝયા. પરંતુ પ્રભુજી ત્યાંથી ખસ્યા નહીં. આ જોઇને ગોશાળો ત્યાંથી નાસી ગયો. ત્યાંથી પ્રભુ મંગલા ગામે આવ્યા ત્યાં વાસુદેવના મંદિરમાં પડિમા ધારીને ઊભા રહ્યા, ત્યાં ગોશાળો ગામના બાળકોને આંખો કાઢી બીવડાવવા લાગ્યો. આ વાત જાણી બાળકોના માતાપિતાઓએ ત્યાં આવીને ગોશાળાને ખૂબ માર્યો. પ્રભુ ત્યાંથી આવર્ત ગામે ગયા ત્યાં બલદેવના મંદિરમાં ડિમા ધારીને રહ્યા. ગોશાળો મુખના વિકારો કરીને ત્યાં પણ બાળકોને બીવડાવવા લાગ્યો. બાળકોના વિડલોએ વિચાર્યું કે આ તો ગાંડો લાગે છે. તેથી એને મારવાથી શું ? આપણે એના ગુરુનેજ મારીએ. એમ વિચારી જેવા પ્રભુને મારવા આવ્યા તેવાજ તેમને બલદેવની મૂર્તિએ પોતાના હળ હથિયારથી માર્યા. આ ચમત્કારથી ગામલોકો પ્રભુના ચરણમાં નમી પડયા.
પછી પ્રભુ ત્યાંથી ચોરાક સંન્નિવેશમાં આવ્યા, ત્યાં મંડપમાં રંધાતા ઉત્તમ ભોજનને જોઇને ગોશાળો વારંવાર છુપાઇને ભોજન વેળાને જોવા લાગ્યો. તેથી ચોરની શંકાથી ગોશાળાને તે માણસોએ માર માર્યો. પ્રભુ ત્યાંથી લંબુક નામના સંન્નિવેશમાં આવ્યા. ત્યાં મેઘ અને કાલહસ્તિ નામના બે ભાઇ રહેતા હતા. તેમાંથી કાલહસ્તિએ પ્રભુને ઉપસર્ગો કર્યા પરંતુ મેઘે પ્રભુને ઓળખ્યા. તેથી ભાઇનો અપરાધ ખમાવીને સત્કાર કર્યો. પછી પ્રભુ ત્યાંથી કઠિન કર્મોની નિર્જરા કરવા લાટ દેશમાં આવ્યા. ત્યાં પ્રભુએ ઘણા આકરા ઉપસર્ગો સહન કર્યા, ત્યાંથી પૂર્ણકલશ નામના અનાર્ય ગામે જતા પ્રભુને માર્ગમાં મળેલા બે ચોરો અપશુકન માનીને તલવારથી મારવા દોડયા. પરંતુ ઉપયોગ દેનારા ઇન્દ્રે આ જાણીને તરત ત્યાં આવીને ચોરોને શિક્ષા કરી પોતાના સ્થાને ગયા.
For Personal & Private Use Only
P
૧૮૪
www.jainelibrary.org