________________
કિલ્પસૂત્ર
વ્યાખ્યાન
444444444444444
કોલ્લાગ સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણે પ્રભુને દૂધપાકથી પ્રતિલાવ્યા. એટલે દૂધપાક વહોરાવ્યો, ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. પછી પ્રભુએ જ્યારે રાજગૃહીથી વિહાર કર્યો. ત્યારે ગોશાળો ભિક્ષા લેવા ગયો હતો તે પાછો આવ્યો ત્યારે પ્રભુને ન જોવાથી પોતાના સર્વે ઉપકરણો બ્રાહ્મણોને આપી દાઢી, મૂછ, અને મસ્તક મુંડાવીને ફરતો ફરતો કોલ્લાગ સન્નિવેશમાં આવ્યો.
ત્યાં ભગવાનને જોઈ તેમની પાછળ ફરવા લાગ્યો. પ્રભુ સુવર્ણખલ ગામે ગયા. માર્ગમાં કેટલાક ગોવાળીઆઓ એક વાસણમાં દૂધપાક તૈયાર કરતા હતા, તે જોઇ ગોશાળાએ કહ્યું આપણે અહીં ભોજન કરીને પ્રયાણ કરશે. ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે કહયું કે એ દૂધપાકનું વાસણ ભાંગી જશે. આ વાત ગોશાળો તે ગોવાળીઆઓને કહી આવ્યો. તેથી તેઓએ એ વાસણનું ઘણું રક્ષણ કર્યું. છતાં તે ભાંગી ગયું. આ જોઈ ગોશાળાએ એવો નિશ્ચય કર્યો કે જે થવાનું હોય છે તે થાય જ છે. પ્રભુ ત્યાંથી બ્રાહ્મણ ગામે આવ્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓના બે પાડા હતા. તેમાં નંદના પાડામાં પ્રભુ ગયા અને ઉપનંદના પાડામાં ગોશાળો ગયો. પ્રભુને નંદે ખીર વહોરાવી અને ઉપનંદે ગોશાળાને વાસી અન વહોરાવ્યું, તેથી ક્રોધિત થયેલ ગોશાળાએ તેને મોટી શિક્ષા કરી. પ્રભુ ત્યાંથી ચંપાનગરી આવ્યા અને ત્યાં બે માસખમણ કર્યો. એટલે બે માસનું તપ કરી ત્રીજું ચાતુર્માસ ત્યાં રહ્યા. છેલ્લા બે માસનું તપ કરીને તેનું પારણું ચંપાનગરીની બહાર કરીને
પ્રભુ ત્યાંથી કોલ્લાગ સન્નિવેશમાં આવીને એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગે રહ્યા. ગોશાળે ત્યાં શૂન્ય p) ઘરમાં ગામધણીના પુત્રને વિદ્યુમ્નતિ દાસીની સાથે ક્રીડા કરતો જોયો અને તેની હાંસી કરી તેથી
તેણે ત્યાં ગોશાળાને માર્યો. પછી પ્રભુ પાતાલક નગરે આવ્યા અને શૂન્ય ઘરમાં કાયોત્સર્ગે રહ્યા. ગોશાળાએ ત્યાં પણ અંદને પોતાની દાસી સાથે ક્રીડા કરતો જોયો અને તેની પણ હાંસી કરી. તેથી તેણે પણ ગોશાળાને માર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુમારક સંન્નિવેશમાં આવ્યા. ત્યાં ચંપા નામના રમણીય ઉદ્યાનમાં કાયોત્સર્ગે રહ્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રી મુનિચંદ્રસૂરિ વિશાળ શિષ્ય પરિવાર સહિત કુંભારની શાળામાં ઉતર્યા હતા. તેમને જોઇને ગોશાળાએ કહ્યું કે તમે કોણ છો ? તેમણે કહ્યું અમે નિગ્રંથ છીએ. એ સાંભળી ગોશાળાએ કહ્યું
144444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang