________________
દુ
કલ્પસૂત્ર શું હતાં, તે સાંભળીને બળદો પણ ભદ્રિકપરિણામી થઈ જે દિવસે શેઠ શેઠાણીનો ઉપવાસ રહેતો શું વ્યાખ્યાન (1) તે દિવસે ઘાસ પાણી લેતા નહીં. એટલે ઉપવાસી રહેતા. એ પ્રમાણે કરવાથી તે બળદો શેઠ )
શેઠાણીને અતિશય પ્રિય થયા.
કોઇક દિવસે તે શેઠનો મિત્ર તે બળદોને ઘણા સુંદર અને બળવાન જોઈને શેઠને પૂછયા વિના જ ભાંડિર વનમાં યક્ષની યાત્રામાં ગાડીમાં જોડીને લઇ ગયો. કદી પણ ગાડીમાં નહીં જોડેલા એવા બળદોને દોડાવવાની શરતોમાં એવા દોડાવ્યા કે તેમના સાંધા તૂટી ગયા. પછી તે બળદોને તે મિત્ર શેઠના ઘરે બાંધી ગયો. બળદોની આવી સ્થિતિ જોઈને શેઠને ઘણું દુઃખ થયું. પછી આંખમાં આંસુ લાવી શેઠે તે બળદોને ભક્ત પચ્ચકખાણ કરાવી નમસ્કાર મહામંત્ર સંભળાવી
સારી રીતે નિર્ધામણા કરાવી, પછી શુભ ભાવનામાં રહેલા તે બળદો મૃત્યુ પામીને નાગકુમાર ક) નિકાયમાં કંબલ સંબલ દેવ થયા. તેમણે તરત અવધિજ્ઞાનનો ઉપયોગ દેવાથી સુદંષ્ટ્ર દેવ નાવમાં 5
બેઠેલા પ્રભુને ઉપસર્ગ કરી રહેલ છે જાણી ત્યાં આવી સુદંષ્ટ્રને ભગાડી ઉપસર્ગ નિવારી દીધો અને પ્રભુજીનાં ગુણગાન કરી નૃત્યાદિ કરી સુગંધી જલ તથા પુષ્પોની વૃષ્ટિ કરી તે દેવો પોતાને છે સ્થાને ચાલ્યા ગયા. પછી પ્રભુ પણ ત્યાંથી પ્રયાણ કરી રાજગૃહી નગરીના નાલંદા નામના વાડામાં
એક શાલવીની શાળાના એક વિભાગમાં માલિકની રજા લઇને પ્રથમ માસખમણ સ્વીકારીને 5) રહ્યા. ત્યાં મંખ નામના માણસની સુભદ્રા નામની પત્નીથી જન્મેલ અને બહુલ નામના બ્રાહ્મણની
ગોશાળામાં જન્મેલ હોવાથી ગોશાળા નામે પ્રસિધ્ધ થયેલ. એ ગોશાળો તે વખતે ત્યાં આવ્યો હતો. આ સમયે માસક્ષમણને પારણે પ્રભુને વિજય શેઠે પારણું કરાવ્યું તેથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા, એ મહિમા જોઇને ગોશાળાએ કહ્યું કે હું તમારો શિષ્ય છું. પ્રભુએ તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહીં. છતાં પ્રભુના શિષ્ય તરીકેની પોતાની ઓળખાણ ગોશાળાએ ચાલુ રાખી પછી રૂ બીજા માસખમણના પારણે પ્રભુને નંદશેઠે પકવાન વગેરેથી પ્રતિલાવ્યા, અને ત્રીજા મા ખમણના પારણે પ્રભુને ઉપનંદશેઠે પરમાન વડે પ્રતિલાલ્યા, ચોથા મા ખમણના પારણે )
૧૮૧
15345445
foLoLoLLAM
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org