________________
કલ્પસૂત્ર
54545454545454
એ ચંડકૌશિક પૂર્વભવમાં મહાતપસ્વી સાધુ હતો. પારણાના દિવસે કોઇવાર ગોચરીએ જતાં વ્યાખ્યાન છે તેમના પગ નીચે દેડકી આવી ગઈ. સાથે રહેલા સાધુએ તે વિરાધનાને પ્રતિક્રમવા માટે, )
ઈરિયાવહિ વખતે, ગૌચરી આલોવતી વખતે અને સાંજના પ્રતિક્રમણ વખતે એમ ત્રણ વખત યાદ કરાવી આપેલ તેથી તે સાધુ ઉપર ગુસ્સે થઇ, ગુસ્સાથી તેને મારવા દોડતા વચ્ચે રહેલા થાંભલા સાથે અથડાવાથી મૃત્યુ પામી તે તપસ્વી સાધુ જ્યોતિષી દેવ થયા. ત્યાંથી ચ્યવી
તાપસીના આશ્રમમાં પાંચસો તાપસીનો અધિપતિ ચંડકૌશિક નામે તાપસાગ્રણી થયો. ત્યાં પણ છે તે પોતાના આશ્રમના વૃક્ષોના ફળોને લેતા રાજકુમારોને કુહાડાથી મારવા દોડયો, પરંતુ રસ્તામાં છે
કુવામાં પડી ગયો. પછી મરણ પામીને તે જ આશ્રમમાં પૂર્વભવના નામવાળો એટલે ચંડકૌશિક (H) નામે દષ્ટિવિષ સર્પ થયો. તે સર્પ પ્રભુને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા જોઈ ક્રોધથી ધમધમતો છતો : સૂર્ય તરફ જોઈ જોઈને પ્રભુ તરફ દષ્ટિજવાલા ફેંકવા લાગ્યો. અને આ પ્રભુ મારા પર ઢળીને પડે નહિ એમ વિચારી પાછો ખસવા લાગ્યો. પરંતુ પ્રભુને નિશ્ચલ જોયા અને ડંખ મારવા છતાં પ્રભુ વ્યાકુળ ન થયા તથા ડંખના સ્થાનથી નીકળતા લોહીને દૂધ સમાન ઉજ્જવલ જોઇ તે પ્રભુની છે
મે જોઈ રહ્યો. ત્યારે વિસ્મિત અને શાંત થયેલ ચંડકૌશિકને માટે “બુજઝ બુજઝ ચંડકૌશિક” એવા ઉદગારો પ્રભુના મુખથી નીકળ્યા. તે સાંભળીને જાતિસ્મરણ પામેલા અને પૂર્વભવને જોવાથી પશ્ચાત્તાપવાળા એવા ચંડકૌશિકે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને વિચાર્યું કે “અહો ! કરૂણાસમુદ્ર એવા પ્રભુએ મને દુર્ગતિમાં પડતો બચાવી લીધો. પછી અનશન લઈ પંદર દિવસ સુધી પોતાનું રે મુખ બીલમાં રાખીને સમાધિપૂર્વક રહ્યો. નાગરાજાને આ રીતે પડેલો જોઈ ઘી, દૂધ વેચવા જતી
ગોવાલણો ભક્તિપૂર્વક તે નાગની ઘી, દૂધથી પૂજા કરવા લાગી. પછી એ ઘી, દૂધની સુગંધને ) ક) લીધે કીડીઓના સમૂહ નાગ ઉપર આવીને ડંખ દેવા લાગ્યા તેથી પીડાને અનુભવતો છતાં પ્રભુની 1)
અમૃતદષ્ટિથી સિંચન કરાએલો એવો તે નાગ ક્રોધ કર્યા વિના સમાધિપૂર્વક કાળ કરી આઠમા દેવલોકમાં દેવ થયો. પ્રભુ ત્યાંથી વિહાર કરીને ઉત્તર વાચાલમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને ખીર વહોરાવી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. ત્યાંથી પ્રભુ શ્વેતાંબી નગરીએ આવ્યા ત્યાં
૧૭૯
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org